ભારતમાં નં. 1 પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે બોલેરો કેમ્પર અને બોલેરો પિક-અપ રેન્જના નવા વર્ઝન લોંચ કર્યાં છે. આ અપડેટમાં નવી અને વધુ મજબૂત ફ્રન્ટ ડિઝાઇન, પ્રેક્ટિકલ ફીચર્સનો સમાવેશ થાય છે, જે આરામ અને સુવિધામાં વધારો કરે છે તેમજ પસંદગીના વેરિઅન્ટ્સમાં ઈંખઅડ ટેકનોલોજીનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.
બોલેરો કેમ્પર
બોલેરો કેમ્પરમાં અદ્યતન શખઅડ ટેલિમેટિક્સ સોલ્યુશન સાથે કનેક્ટેડ ટેકનોલોજી છે, જે રીઅલ-ટાઇમ વ્હીકલ સંબંધિત માહિતી પૂરી પાડે છે. તે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરે છે તેમજ ફ્લીટ મેનેજમેન્ટને વધુ સ્માર્ટ બનાવે છે. આ ઉપરાંત વ્હીકલ નવા ડેકલ્સ, બોડી-કલર્ડ ઓઆરવીએમ અને ડોર હેન્ડલ્સ સાથે નવો અને આકર્ષક દેખાવ આપવામાં આવ્યો છે. આરામ વધારવા માટે પાછળની સીટો હેડરેસ્ટ, એર ક્ધડીશનીંગ અને હીટરથી સજ્જ છે. બ્લૂટૂથ કોલિંગ સાથે મ્યુઝિક સિસ્ટમ પણ શામેલ છે.
ગ્રાહકોને વધુ મૂલ્ય પૂરું પાડવા માટે મહિન્દ્રાએ તમામ વેરિઅન્ટ્સમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે, જેમાં હેડરેસ્ટ સાથે રિક્લાઇનિંગ ડ્રાઇવર સીટ અને વધારાના આરામ માટે પહોળી કો-ડ્રાઇવર સીટનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં હીટર અને એર ક્ધડીશનીંગ સિસ્ટમ, સેન્ટ્રલ લોકીંગ અને પાછળના સીટ બેલ્ટનો સમાવેશ થાય છે, જે તમામ વેરિઅન્ટ્સમાં સંતુલિત અને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ સુનિશ્ચિત કરે છે.
બોલેરો પિક-અપ
બોલેરો પિક-અપમાં હવે નવો ફ્રન્ટ એન્ડ છે. તેમાં હેડરેસ્ટ સાથે રિક્લાઇનિંગ ડ્રાઇવર સીટ અને વધારાના આરામ માટે પહોળી કો-ડ્રાઇવર સીટ પણ છે. ડ્રાઇવિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે હવે હીટિંગ અને એર ક્ધડીશનીંગ સિસ્ટમ્સ પણ ઉપલબ્ધ છે.
મહિન્દ્રા પિક-અપ સેગમેન્ટમાં એક અગ્રણી અને વિશ્વસનીય બ્રાન્ડ તરીકે તેના મજબૂત વારસા ઉપર નિર્માણ કરે છે. આ ફીચર અપગ્રેડ સાથે કંપનીએ આ સેગમેન્ટમાં તેની પકડ વધુ મજબૂત બનાવી છે. બોલેરો કેમ્પર અને બોલેરો પિક-અપ બંને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમના માટે વાહનો તેમની આજીવિકા અને વ્યવસાયનો મહત્વપૂર્ણ ભાગ છે. બોલેરો રેન્જમાં આ નવીનતમ સુધારાઓ આરામ અને સુવિધા પ્રદાન કરે છે, જ્યારે આ સેગમેન્ટમાં શ્રેષ્ઠતા માટે મહિન્દ્રાની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.
