બેંકનું કામકાજ તથા ક્લીયરિંગ ઠપ્પ થતાં ગ્રાહકો ભારે પરેશાન
દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઑ પાંચ દિવસ બૈંકિંગની માંગણી માટે આજે હડતાળ પર રહ્યા હતા. જેનાં અનુસંધાને અમરેલી જિલ્લામાં પણ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના 600 થી પણ વધુ કર્મચારીઑ પાંચ દિવસ બૈંકિંગની માંગણીને ટેકો આપવાં માટે હડતાળમાં જોડાયા હતા.બેંક કર્મચારી યુનિયન અગ્રણીઓના જણાવ્યા અનુસાર બધી જ નાણાકીય સંસ્થાઓ માં 5 દિવસ બૈંકિંગ અમલમાં છે. પરંતુ બેન્કોમાં તેનો હજુ સુધી અમલ થયો નથી.માર્ચ 2024 માં ઇંડિયન બેંક અસોશિએશન અને યુનિયન વચ્ચે ના 12 માં દ્વિપક્ષીય કરાર દરમ્યાન તમામ શનિવારો રજા જાહેર કરવા પર સહમતી બની હતી, પરંતુ કરાર છતાં હજુ સુધી તેની સરકારી અધિસુયના બહાર પાડવામાં આવી નથી. 5 દિવસ બૈંકિંગ માટે યુનિયનોની દલીલ છે કે અમે એક સંતુલિત કાર્યપ્રણાલી માંગી રહ્યા છીએ, જેના બદલામાં દરરોજ 40 મિનટ વધારનું કામ કરવા પણ તૈયાર છીએ. હાલમાં મહિનામાં બીજા તથા ચોથા શનિવારે જ બેંક બંધ રહે છે, યુનિયન એવું ઇચ્છે છે કે સરકાર 12 માં દ્વિપક્ષીય કરાર મુજબ બધા શનિવાર રજા ની અધિસુચના તરત જ બહાર પાડે. ઞઋઇઞ ના નેજા હેઠળ અમરેલી ખાતે જઇઈં ની નાગનાથ ચૌક શાખાના કમ્પાઉન્ડમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દ્વારા નારા લગાવીને મેનેજમેન્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં બેંક કર્મચારી આગેવાનો પ્રશાંતભાઈ ઠૂમ્મર (જઇઈં), ધવલભાઈ ઉનડકટ (જઇઈં), જયરાજભાઈ ખુમાણ (ઇઘઈં), રાહુલભાઈ ત્રિવેદી (ઇઘઇ) સહિતના કર્મચારી આગેવાનોના જોડાયા હતાં. આજે અમરેલી શહેર સહિત જિલ્લાભરની સરકારી બેન્કોના 600 થી વધારે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે કરોડો રૂપિયાના રોકડ વહીવટ તથા ક્લીયરિંગ ઠપ્પ થઇ ગયું હતું. જેને લઈ ગ્રાહકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
