ખંભાળિયાના ઝાકસીયા ગામે તળાવમાં ન્હાવા ઉતરેલા આધેડનું મોત

ફાયર ટીમના જવાનોએ મહામહેનતે મૃતદેહને બહાર કાઢયો

ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે એક આધેડનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યાનો બનાવો સામે આવ્યો છે.

આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં આજરોજ બપોરના સમયે નહાવા માટે ઉતરેલા હમીરભાઈ લખમણભાઈ ખૂટી નામના આશરે 55 વર્ષના આધેડ એકાએક પાણીમાં ડૂબી જતા આ અંગે સ્થાનિકો દ્વારા 112 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ખંભાળિયા ફાયર વિભાગના અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ ઘટના સ્થળે પહોંચી અને લાંબી જહેમત બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા હમીરભાઈ ખૂટીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ