આ દ્રશ્યો સુંદૃરતા નથી, પરંતુ સૂર્યના વધતા અસ્થિર સ્વભાવનું જોખમ: વૈજ્ઞાનિકો
લદ્દાખના હાન્લેમાં રાત્રે આકાશ સામાન્ય રીતે સૅફાયર રંગનું દૃેખાય છે. દૃૂરની ગેલેક્સીઓની ચમકતી રોશની આકાશમાં દૃેખાય ત્યારે એવું લાગે છે કે જાણે એ એક કેનવાસ છે. જોકે ૧૯ અને ૨૦ જાન્યુઆરીની રાત્રે આ અંધકારમાં એક અજાણી લોહી જેવી લાલ ઝળહળતી રોશની જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ભારતના આ નોર્દૃર્ન લાઇટ્સની મોહક તસવીરો છવાઈ ગઈ, પરંતુ વૈજ્ઞાનિકોની હકીકત ઘણી ગંભીર છે. આ દ્રશ્યો માત્ર સુંદૃરતા નથી, પરંતુ એ સૂર્યના વધતા અસ્થિર સ્વભાવના સ્પષ્ટ સંકેત છે.
હાન્લે ડાર્ક સ્કાય રિઝર્વમાંથી દૃેખાયેલા લાલ ઓરોરા ૨૦૦૩ પછીના સૌથી તીવ્ર સોલાર રેડિએશન સ્ટોર્મના કારણે હતા. ૧૮ જાન્યુઆરીએ એક એક્સ-ક્લાસ સોલાર લેર ફાટ્યો, જેમાંથી મેગ્નેટાઇઝ્ડ પ્લાઝ્માનો વિશાળ વાદૃળ જેને ર્ઝ્રર્હિટ્ઠઙ્મ સ્ટ્ઠજજ ઈદ્ઘીષ્ઠર્ૈંહ કહે છે એ અવકાશમાં ફેંકાયો હતો. આ પ્લાઝ્મા ૧,૭૦૦ કિમી પ્રતિ સેકન્ડની ઝડપે દૃોડીને માત્ર ૨૫ કલાકમાં પૃથ્વી સુધી પહોંચ્યો. આ કણો જ્યારે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે અથડાયા ત્યારે જી૪ સ્તરની જીઓમેગ્નેટિક સ્ટોર્મ સર્જાઈ. લાલ રંગ ખાસ કરીને ૩૦૦ કિમીથી વધુ ઊંચાઈએ આવેલા ઓક્સિજન એટમ્સ સોલાર કણોથી ઉત્તેજિત થતા દૃેખાય છે.
લદ્દાખ જેવા નીચા અક્ષાંશવાળા પ્રદૃેશોમાં આ ઓરોરાના ટોચના ભાગો દૃેખાય છે, જે લાલ હોય છે. ધ્રુવીય પ્રદૃેશોમાં સામાન્ય રીતે એ લીલા રંગના દૃેખાય છે. ઇસરોના તાજેતરના અહેવાલ મુજબ સોલાર મૅક્સિમમ નજીક આવતા આવા બનાવો વધુ વારંવાર બનતા જાય છે.
હાન્લે ઓબ્ઝર્વેટરીએ આ તરંગોને તેના ઑલ-સ્કાય કેમેરાથી કેદૃ કર્યા, પરંતુ આ સુંદૃરતા પાછળ એક ખતરનાક હકીકત છુપાયેલી છે. જાન્યુઆરી ૨૦૨૬ની આ ઘટના એસ૪ સ્તરની ગંભીર રેડિએશન સ્ટોર્મ હતી, જેમાં સૂર્યમાંથી ઊંચી ઊર્જાવાળા પ્રોટોનનો તીવ્ર પ્રવાહ આવ્યો. નાશા અને ઇસરોએ નોંધ્યું છે કે આવા બનાવો પૃથ્વીના મેગ્નેટિક શિલ્ડને દૃબાવી દૃે છે. આદિૃત્ય એલ-૧ મિશનના તાજેતરના ડેટા મુજબ આવા તોફાનો પૃથ્વીની મેગ્નેટિક બાઉન્ડરીને એટલી નજીક ધકેલી દૃે છે કે જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ સીધા સોલાર વિન્ડ્સના પ્રભાવમાં આવી જાય છે.
ભારત જેવા દૃેશ જે ઝડપથી ડિજિટલ અર્થતંત્ર વિસ્તારી રહૃાો છે તેના માટે આ એક ગંભીર પડકાર છે. તીવ્ર જીઓમેગ્નેટિક સ્ટોર્મ પાવર ગ્રિડમાં કરંટ પેદૃા કરી બ્લેકઆઉટ સર્જી શકે છે. તે ઉપરના વાતાવરણને ફુલાવી દૃે છે જેના કારણે સેટેલાઇટ્સ કક્ષામાંથી બહાર ખેંચાઈ શકે છે. જીપીએસ નેવિગેશન અને બેિંક્ધગ સિસ્ટમ્સ પણ સીધા જોખમમાં આવે છે. આ તાજેતરના તોફાન દૃરમિયાન ૈંજીજીમાં રહેલા અંતરિક્ષયાત્રીઓને પણ વધુ પડતા રેડિએશનને કારણે એનાથી બચવાની જરૂર પડી હતી.
