પીવાના પાણીમાં ગટરનુ પાણી ભળી જતા લોકો મુશ્કેલીમા મુકાયા
પ્રભાસપાટણ ગુલાબ નગર સોસાયટી મા પીવા ની નર્મદા ની પાઈપ લાઈન ટુટી જતા પીવાના પાણી નો બેફામ વેડફાટ અને આ પાણી મા ગટર ના પાણી ભળી જતા સારે બાજુ ગંદકી નુ સામ્રાજ્ય આ પાણી ની પાઇપલાઇન છેલ્લા દશ દિવસથી ટુટેલ હોવા છતાં કોઈ ને રીપેરીંગ ની પડી નથી જેથી સ્થાનિક લોકો મા નગરપાલિકા ના સભ્યો સામે આક્રોશ પીવાનાં પાણી મા ગટર ના પાણી ભળી જતા રોડ ઉપર ચોમાસા જેવો માહોલ અને આ દુર્ગંધયુક્ત પાણી ને કારણે 150 થી વધુ પરીવારો ની દયનિય હાલત અને સોસાયટી નો મુખ્ય માર્ગ પાણી થી ડુબેલ છે જેથી આ સોસાયટી ના લોકો ને અવર જવાબ મા ખુબજ મુશ્કેલી પડે છે અને ખાસ કરીને નાનાં બાળકો સકુલે જવામાં હાલાકી નો સામનો કરવો પડે છે આ વિસ્તાર ના લોકો નુ કહેવુ છે કે અમો બે વર્ષ થી પ્રાથમિક સુવિધા થી વંચિત છે આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
