SIRના નામે નવો સનેડો: લો..બોલો. ઉનાના નવાબંદર મતદારયાદીમાંથી નામો કમી કરવા અરજી કરાતા રોષ

ત્રણ વોર્ડના 600થી વધુ મતદારોના નામ કમી કરવાની અરજી: લોકશાહીને ગળેટૂંપો દેવાના ખેલથી મતદારો આકરા પાણીએ: નાયબ કલેકટરે ચૂંટણી અધિકારીને અપાયુ આવેદન

ગીર સોમનાથ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પહેલેથી પારદર્શક રહી હોવા છતાંય વિવાદોમાં આવી રહી છે. ત્યારે હાલ નવાબંદર પંથકમાં એક જ વ્યક્તિના નામે તેમજ અન્ય અજાણ્યા માણસો દ્વારા હયાત સ્થળે રહેતા મતદારોના નામ કમી કરવાની અરજી થઈ હોવાનો પર્દાફાશ ગામના આગેવાનોએ કર્યો છે નામ કમી કરવાની અરજી સામે ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાન્ત અધિકારી અને ચુંટણી તંત્રને મળી પારદશીતાના નારા સાથે બનેલી મતદાર યાદી સામે લેવાયેલા વાધા એક કાવત્રુ ગણાવી એક પણ મતદાર નું નામ ખોટી રીતે દુર નહીં કરવા માંગણી કરી આવેદન પત્ર આપ્યું હતું ભાજપ કોંગ્રેસના ના ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નવાબંદર ગામે રહેતા દલિત, લઘુમતી, ઓબીસી મતદારોના નામો કમી કરવાના ફોર્મ ભરાયાની આ એક રાજકીય ચાલ હોઈ શકે છે. જેમાં ચૂંટણી વિભાગ પણ તેટલું જ જવાબદાર છે.તેવુ જણાવી સ્પેસ્પલ ઈન્સેટીવ રીવીઝનની કામગીરી તા. 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. જેમાં એન્યુમેરેશન ફોર્મ વિતરણ અને કલેક્શન બાદ ડીજીટલાઈઝેશનની કામગીરી થઈ હતી. આ કામગીરી બાદ મતદાર યાદીમાં નામ ધરાવતા હોય તેવા માન્ય મતદારો સામે ખોટા વાધા ઉઠાવ્યા હોવાનું ચૂંટણી વિભાગ ને આવેદનપત્ર આપી જણાવ્યું છેરાજકીય પક્ષોએ નીમેલા બુથ લેવલ એજન્ટો પર કામગીરી કરતા હતા. આ દરમીયાન મતદારયાદી માંથી નામ કમી કરાવવાની અરજીઓમાં મોટાપાયે ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજ નવાબંદર દ્વારા તાલુકા પંચાયત સભ્ય સીદીકભાઈ ચોહાણ ની આગેવાની હેઠળ રજુઆત કરી હતી ખોટા નામે અને ખોટા મોબાઈલ ચુંટણી કાર્ડ નંબર સાથે અરજી થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ખોટા અરજીઓ કરનાર સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.

મતદારનું નામ કમી કરવામાં લોહીનો સંબંધ ધરાવતા હોય તેની અરજી હોવી જરૂરી
ગ્રામજનો એ જણાવ્યુ કે, નામ કમી કરવાનું ફોર્મ ભરાયુ તે વાત જાણી આશ્ચર્ય સાથે દુ:ખ થયુ છે. નામ કમી કરવામાં ત્રાહીત વ્યકિત કોર્મ ભરે તે સીસ્ટમ જ ખોટી છે. લોહીનો સંબંધ ધરાવતી વ્યકિત સહી કરીને ચૂંટણી વિભાગને અરજી આપે તેમ જ હોવુ જોઈએ. આવી રીતે ખોટા ફોર્મ ભરી અરજી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
રાજય ચૂંટણી વિભાગ દ્વારા સ્પેશ્યલ ઈન્સ્ટેન્ટીવ રીવીઝનની કામગીરી સંપૂર્ણ પારદર્શી કરાઈ છે
જિલ્લા ચુંટણી વિભાગ દ્વારા વિધાનસભા વાઈઝ મતદાર મથકો પર યોજાયેલી બીએલઓ અને બીએલએની પુર્વ ડ્રાફટ મીટીંગ સબંધીત કામકાજ, રોજકામની વિગતો, મૃતક, શીફટેડ, ગેરહાજર અને રીપીટેડ મતદારોની યાદી, સમગ્ર પ્રકીયાના ફોટા-વીડીયો સહિતના મહત્વપુર્ણ દસ્તાવેજો ઓનલાઈન કર્યા છે. છતા આવા ષડયંત્ર કોણે કરાવ્યું છે તેની ચુંટણી પંચે તપાસ કરીને ઋઈંછ નોંધવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ