ભાલપરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને જાહેર કરાઈ
વેરાવળ તાલુકાના ભાલપરા ગામ આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે. જે સરકારી શાળામાં શ્રેષ્ઠ શાળા નું ઉત્તમ ઉદાહરણ આપતી શાળા છે. આ શાળા વર્ષ 2020 માં કોરોના કાળ દરમિયાન ભાલપરા ગામ માં પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ સરપંચ વિક્રમભાઈ પટાટ ના પ્રયત્નથી ચાલુ કરવામાં આવેલ ત્યારે કક્ત 100 થી પણ નજીવી સંખ્યા અને કોઇપણ કર્મચારી ન હતા ત્યારબાદ વર્ષ 2022 માં તેમાં કાયમી શિક્ષકો કુલ 3 અને આચાર્ય ભગવતીબેન ડી. રામ ની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 ની ભરતી કરવામાં આવેલ હતી. શાળા પ્રાથમિક શાળાના ઓરડા માં ચાલતી ત્યારબાદ શાળામાં આચાર્ય ભગવતીબેન અને કર્મચારી સાજીદ ભાઈ મુલતાની, નીતાબેન સોલંકી, કુલદીપભાઈ છગ ના પ્રયત્નોથી વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે આચાર્ય ના માર્ગદર્શન હેઠળ શાળામાં આજે એ સંખ્યા 361 સુધી પહોંચેલી છે. ત્યારબાદ શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સપનાને સાકાર કરવા વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવેલ તેમાં બ્યુટી અને વેલનેસ તેમજ ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર ટ્રેડ ચાલુ કરવામાં આવેલ તેમજ તેમની અદ્યતન લેબ. તથા શાળામાં કોમ્પ્યુટર લેબ વિજ્ઞાન લેબ સહિતની સુવિધાઓ વિક્રમભાઈ પટાટ ના હસ્તે ચાલુ કરવામાં આવેલ છે. શાળામાં જ્યારે પ્રથમ વર્ષે બોર્ડનું પરિણામ 30 ટકા આવેલ તે આજે 86 ટકા જેવું પરિણામ આવવા લાગ્યું છે. માધ્યમિક શાળા થી શરૂ થયેલ શાળામાં ઉચ્ચતર માધ્યમિક શાળા આર્ટસ અને કોમર્સ તેમજ ધોરણ 9 ના ત્રણ વર્ગો ધોરણ 10 ના બે વર્ગો શાળામાં કાર્યરત છે. શાળાના સર્વે સ્ટાફના પ્રયત્નથી આવનારા ભવિષ્યમાં શાળાનું પોતાનું કેમ્પસ અને બિલ્ડીંગ બનશે ત્યાર પછી આચાર્ય અને સ્ટાફનો એક હજાર થી પણ વધારે વિધાર્થીઓની સંખ્યા કરવાનો લક્ષ્ય રાખવામાં આવેલ છે. શાળામાં આજે 17 થી પણ વધારે કાયમી કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં શાળામાં સાયન્સ ફેકલ્ટી ચાલુ કરવાનો પણ આચાર્ય અને વિક્રમભાઈ નું સપનું છે. વર્ષ 2026 માં એનસીસી કેડર પણ ચાલુ કરવામાં આવેલ તેમજ શાળા રમત ગમતમાં પણ રાજ્ય કક્ષાએ મેડલ મેળવી રહી છે. સરકારી શાળા શ્રેષ્ઠ શાળા નો ઉત્તમ ઉદાહરણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાલપરા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
