ભાણવડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીમાં કરવામાં આવી હતી. જેમાં મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં પી.આઈ. એમ.જે. ઝાલાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી મહિલા પોલીસ પ્લાટૂનને સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં પી.આઈ. ઝાલાએ પોલીસ જવાનોને શિસ્તબદ્ધ માર્ચ-પાસ્ટ માટે સજ્જ કર્યા હતા.ભાણવડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મહિલા પોલીસ પ્લાટૂનના શાનદાર પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું. આ સિદ્ધિ બદલ પ્લાટૂન કમાન્ડર પી.એસ.આઈ. બી. કે. કડછાના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી, તેઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓએ પણ પી.એસ.આઈ. કડછા અને તેમની સમગ્ર ટીમને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ઉના તાલુકાના દેલવાડા ગામે રૂ. 24 લાખના ખર્ચે તૈયાર થનાર રેલવે સ્ટેશન રોડનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરાયું
ઉના તાલુકાના દેલવાડા ગામે રૂ. 24 લાખના ખર્ચે બનનાર “રેલવે સ્ટેશન તરફ જતા રોડ નું ઉનાના... -
તાલાલા શ્રીબાઈ માતાજી નૂતન મંદિરનો બીજો સ્થાપના દિવસ ઉજવાશે:ચિંતન શિબિર યોજાશે
સતયુગમાં સનાતન ધર્મની જયોત પ્રગટાવનાર શ્રીબાઈ માતાજીના નવનિર્મિત મંદિરને પ્રથમ વર્ષ પૂર્ણ ભક્ત પ્રહલાદ નાં ગુરૂ... -
વેરાવળ તાલુકામાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ
ભાલપરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને જાહેર કરાઈ વેરાવળ તાલુકાના ભાલપરા ગામ આવેલ સરકારી માધ્યમિક...
