અમેરિકા સાથે ટ્રેડ ડીલથી ભારતના ઓટો સેકટરમાં હલચલ …તો ટેસ્લાની કાર ભારતમાં હવે સસ્તી થશે

અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઈને ભારતના ઓટો સેકટરમાં હલચલ વધી છે. ખાસ કરીને એ સવાલ ચર્ચામાં છે કે આ ડીલ બાદ અમેરિકાથી ભારતમાં આયાત થતી ગાડીઓ પર કેટલો ટેકસ ઘટશે અને તેનો સીધો ફાયદો કઈ કંપનીઓને થશે. સૌથી મોટું ફોકસ ઈલેકટ્રીક કાર મેકર ટેસ્લા પર છે, જેને આ ફેસલાથી મોટું લુસ્ટ મળી શકે છે. ઈતિહાસ જોઈએ તો અમેરિકાની ઓટો કંપનીઓનો ટ્રેક રેકોર્ડ ભારતમાં બહુ મજબૂત નથી રહ્યો. ફોર્ડ જનરલ મોટર્સ અને હાર્લી ડે વિડસન જેવી મોટી કંપનીઓ ભારતમાં ઓપરેશન બંધ કરી ચુકી છે.
હાલ, ભારતમાં કોઈ મોટી અમેરિકી કંપની મેન્યુફેકચરીંગના સ્તર પર સક્રીય નથી. હાલ પુરી રીતે ઈમ્પોર્ટેડ કારો પર 100 ટકા સુધી ટેકસ લાગે છે. તેમાં ઘટાડો થાય છે તો પ્રીમીયમ અને ઈલેકટ્રીક સેગમેન્ટમાં નવી હલચલ દેખાઈ શકે છે.
આ ડીલ અંતર્ગત જો અમેરિકાથી ઈમ્પોર્ટ થનારી ઈલેકટ્રીક કારો પર કસ્ટમ ડયુટી અને ટ્રેડ બેરિયર્સ ઓછા થાય છે તો ટેસ્લા પોતાની કારો ભારતમાં અગાઉની તુલનામાં ઓછી કિંમતે વેચી શકશે, આથી કંપનીને તરત ફેકટરી લગાવ્યા વિના માર્કેટ ટેસ્ટ કરવા, બ્રાન્ડ મજબૂત કરવા અને પ્રીમીયમ ઈવી સેગમેન્ટમાં વેચાણ વધારવાની તક મળશે. જો ટેસ્લાની કિંમત વધુ ઓછી થઈ તો ભારતમાં પ્રીમિયમ ઈલેકટ્રીક એસયુવી બનાવનારી મહિન્દ્રા અને ટાટા જેવી કંપનીઓની મુશીબત વધી શકે છે.

રિલેટેડ ન્યૂઝ