૨૦૨૮ સુધીમાં માનવન્ો ચંદ્રયાન મિશન પર મોકલાશે
ઇસરોમાં ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચ વ્હિકલ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ૈંર્જીઇં) દ્વારા હાલમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ૈંર્જીઇંના ચીફ વી. નારાયણનએ જાહેરાત કરી છે કે ૨૦૨૭માં ગગનયાન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અને ૨૦૨૮ સુધી ચંદ્રયાન-૪ અને ચંદ્રયાન-૫ના માનવયુક્ત મિશન હાથ ધરવામાં આવશે. વી. નારાયણનનું આ વિશે કહેવું છે કે ‘આ પ્રોજેક્ટો પ્રધાનમંત્રી મોદૃીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહૃાા છે.
વી. નારાયણનએ જણાવ્યું કે ગગનયાન પ્રોગ્રામમાં ત્રણ અંતરિક્ષયાત્રી વગરના મિશન હાથ ધરવામાં આવશે. તેમણે આ મિશનોની ચોક્કસ તારીખ જાહેર નથી કરી.
જોકે તેમણે એટલું સ્પષ્ટ કહૃાું છે કે ચંદ્રયાન-૪ અને ચંદ્રયાન-૫ બંને મંજૂર થયેલા મિશન છે અને જો બધું આયોજન મુજબ ચાલશે તો ૨૦૨૮ સુધીમાં એને પૂર્ણ કરવામાં આવશે.
વી. નારાયણનએ ૈંર્જીઇંના ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચ વ્હીકલ ટેકનોલોજી પર ફોકસ કરવામાં આવી રહૃાું હોવાની વાત પણ કરી છે. આ વિશે તેમણે કહૃાું કે તમામ કામ ચોક્કસ તારીખ મુજબ આગળ વધી રહૃાાં છે. અમે જે રીતે કામ કરી રહૃાાં છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમે ફરી ઉપયોગ કરી શકાય એવા લોન્ચર પર પસંદૃગી ઉતારી છે એથી ખર્ચ પર પણ કાબુ રાખી શકાશે. આ નિવેદૃન દૃર્શાવે છે કે ૈંર્જીઇં અંતરિક્ષ અભિયાનને વધુ કાર્યક્ષમ અને આર્થિક રીતે ઓછું ખર્ચાળ બનાવવા માટે કટિબદ્ધ છે.
વી. નારાયણનએ ભારતની સ્પેસ ઇકોનોમી માટે ૈંર્જીઇંના દ્રષ્ટિકોણ વિશે પણ વાત કરી હતી. આ વિશે જણાવતાં વી. નારાયણન કહે છે, ‘અમે હાલમાં સમગ્ર દૃેશમાં સામાન્ય માણસને સેવા આપી રહૃાા છીએ, અને ભારતના માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ અમે સ્પેસ ઇકોનોમીને ૨%થી વધારીને ૮% સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય દૃર્શાવે છે કે ૈંર્જીઇં દૃુનિયાભરમાં સ્પેસ એક્સપ્લોરેશન અને ટેકનોલોજીમાં ભારતનો પ્રભાવ વધારવા માટે કટિબદ્ધ છે.
