વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે… સૌરાષ્ટ્રના હવામાનમાં એકાએક પલટો સવારે શિયાળો, બપોરે ઉનાળો રાજકોટ સહિત 7 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયુ

રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બપોરે ઉનાળા જેવી ગરમી રહ્યા બાદ આજે ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાન પલ્ટો સર્જાયો છે અને સવારે ફરી પવનની દિશા બદલી છે અને ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાવા લાગતા આજે સવારમાં લોકોએ હજુ શિયાળો છે તેવો અહેસાસ કર્યો હતો.
આજે સવારમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાવા સાથે સવારનાં તાપમાનમાં પણ ઘટાડો થયો હતો અને રાજકોટ સહિત સાત શહેરોમાં 1પ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ સવારે રાજકોટમાં 1પ.8, પોરબંદરમાં 1પ, નલિયામાં 1ર.4, દિવમાં 1પ, ડિસામાં 1પ.પ તથા ભુજમાં 1પ.ર અને અમરેલીમાં 1પ.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે કંડલામાં 16.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આ ઉપરાંત ગઇકાલે બપોરે મહતમ તાપમાન ર થી 3 ડિગ્રી ઘટવા પામ્યું હતું. રાજકોટમાં 33.7, સુરતમાં 34, પોરબંદરમાં 31.4, નલિયામાં ર8.પ, કંડલામાં 31.3, ગાંધીનગરમાં 33.6, દિવમાં 31.1, ડિસામાં 33.7, ડાંગમાં 34, દમણમાં 3ર.ર, ભુજમાં 31.3, ભાવનગરમાં 3ર.પ તાપમાન નોંધાયુ હતું.

રિલેટેડ ન્યૂઝ