દાઉદી બોહરા સમાજ ના ગ્લાસવાળા દ્વારા દાઉદી બોહરા પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ નું સુવ્યવસ્થિત અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ ટૂર્નામેન્ટનું આયોજન હસન કપાસી, અબ્દુલકાદીર મુખી અને તાહેર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. બી એન્ડ બી બોક્સ ક્રિકેટ, રેલવે ગ્રાઉન્ડ, જામનગર રોડ, રાજકોટ ખાતે યોજાયો હતો, આ ક્રિકેટ મહોત્સવે ખેલાડીઓ તેમજ દર્શકોમાં ઉત્સાહ, રમતમાં શિસ્ત અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી, આ લીગમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજકોટ લાયન્સ અને પુણે વોરિયર્સનો સમાવેશ થતો હતો, દિવસભરના રોમાંચક અને સ્પર્ધાત્મક મુકાબલાઓ બાદ ફાઇનલ મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ, જેમાં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરીને ઉઇઙક (ડી.બી.પી.એલ) લીગનો વિજેતા ખિતાબ હાંસલ કર્યો, જ્યારે ગુજરાત ટાઇટન્સ રનર્સઅપ રહ્યા, મેચ સવારે થી ચાલુ થયેલ ત્યારબાદ રાત સુધી ચાલેલ પછી સમાપન સમારોહ યોજાયો હતો. આ અવસરે આયોજકો દ્વારા તમામ ખેલાડીઓ, સહયોગીઓ તથા ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો, આ પ્રકારના રમતગમત આધારિત કાર્યક્રમો યુવાનોમાં એકતા, શિસ્ત, આરોગ્યપ્રદ જીવનશૈલી તથા સકારાત્મક વિચારધારાને પ્રોત્સાહન આપે છે, અને ઉઇઙક બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ એ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
હર હર મહાદેવના નાદ સાથે શહેરમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી
મહાશિવરાત્રીના પર્વે રાજકોટ શહેર શિવમય બની ગયું હતું. શહેરના જુદા જુદા મંદીરોમાં મહાઆરતી, રૂદ્રાભિષેક, મહાપ્રસાદ સહિતના... -
૧૫મી વિધાનસભાનું આઠમુ સત્ર આજથી શરૂ
સત્ર દૃરમિયાન કનુભાઈ દૃેસાઈ બજેટ રજુ કરશે પંદૃરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર આવતીકાલે સોમવાર, તા. ૧૬ના... -
સીબીડીસી જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર અન્ો વચેટિયાઓ સંપ્ાૂર્ણ નાબ્ાૂદૃ થશે: શાહ
ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણના નવા યુગનો પ્રારંભ કેન્દ્રિય ગ્ાૃહમંત્રીના હસ્ત્ો દૃેશમાં પ્રથમ સીબીડીસી આધારિત જાહેર વિતરણ...
