આજે વડાપ્રધાન નવા પીએમઓ સેવા તીર્થમાં શિફટ થશે

બપોરે 1-30 કલાકે પ્રવેશ: અનેક મંત્રાલયો પણ નજીકના કર્તવ્ય ભવન 1 અને 2માં બેસશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સેન્ટ્રલ વિસ્તાર ખાતેના નવા સેવા તીર્થ અને કર્તવ્ય ભવનમાં આવતીકાલે બપોરે 1-30 કલાકે કામકાજનો પ્રારંભ કરશે. હાલના વડાપ્રધાન કાર્યાલયને અહીં નવા કર્તવ્ય ભવન-1 અને 2માં શિફટ કરવામાં આવ્યું છે. અને તેમાં નાણાં, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલય પણ આ નવા કર્તવ્ય ભવનમાં બેસશે. સેવા તીર્થ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતું ભવન એ પીએમઓ ઉપરાંત નેશનલ સિક્યોરીટી કાઉન્સીલ સેક્રેટરી અને કેબીનેટ સેક્રેટરીને પણ સમાવી લેશે.

રિલેટેડ ન્યૂઝ