સોના-ચાંદીમાં કારોબાર સેટલ થવા લાગ્યો : ભાવમાં વધઘટ ધીમી પડવા સાથે વધુ ઘટાડો

સોના-ચાંદીના ભાવોમાં લાંબા વખત સુધી ઉથલપાથલનો તબકકો રહ્યા બાદ હવે માર્કેટ સેટલ થવા લાગ્યું હોય અને વધઘટ અંકુશમાં આવવા લાગી હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. જોકે આજે પણ બંને મેટલના ભાવમાં ઘટાડો જ રહ્યો હતો. સોનાના વાયદામાં 456 તથા ચાંદીમાં 1300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
ભારતીય કોમોડીટી એકસચેંજમાં સોનાનો ભાવ 456 ઘટીને 1,પ8,ર99 હતો. જે ઉંચામાં 1,પ8,747 તથા નીચામાં 1,પ7,700 થયો હતો. વિશ્ર્વબજારમાં પ067 ડોલર હતો. હાજર સોનુ 1,61,100 હતું. ચાંદી વાયદો 1300 રૂપિયાના ઘટાડાથી ર,61,7પ0 હતો. જે ઉંચામાં ર,6ર,77પ તથા નીચામાં ર,પ8,730 હતો. હાજર ચાંદી ર.68 લાખ હતી જયારે વિશ્ર્વબજારનો ભાવ 83.80 ડોલર હતો.
વેપારીઓના કહેવા પ્રમાણે કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં વધઘટ ધીમી પડી ગઇ હોવાથી હવે ટુંકા ગાળામાં સ્થિરતાનો માહોલ ઉભો થવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે. વિશ્ર્વસ્તરે ભૌગોલિકથી માંડીને આર્થિક સુધીની પરિસ્થિતિ થાળે પડવા લાગી હોવાના સંકેતો તથા વૈશ્ર્વિક સટ્ટામાં પણ વેપાર સેટલ થવા લાગ્યા હોવાની અટકળો રહી છે. ભાવો સ્થિર થવાના સંજોગોમાં માર્કેટમાં કારોબાર ફરી સેટલ થવા લાગશે. ભુતકાળમાં મોટી તેજી-મંદી વચ્ચે વેપારીઓની આર્થિક હાલત વિશે જુદી જુદી શંકા-કુશંકા વ્યકત થવા લાગી હતી. એક વખત માર્કેટ સ્થિર થાય એટલે કારોબાર પણ સેટલ થવા લાગશે અને ત્યારે માર્કેટની આર્થિક હાલતમાં પણ સ્પષ્ટ અંદાજ જાહેર થવાનું મનાય છે.

રિલેટેડ ન્યૂઝ