રાહુલ ગાંધી વિરૂધ્ધ સરકાર વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવશે

ગૃહને ગેરમાર્ગે દૃોરવા બદૃલ વિપક્ષના ન્ોતા

લોકસભામાં બજેટ પરની ચર્ચાના બીજા દિૃવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલ, ભારત-યુએસ ડીલ, ટેરિફ, ડેટા સુરક્ષા, ઓઈલ ખરીદૃી અને અદૃાણી સહિતના મુદ્દા ઉઠાવીને કેન્દ્ર સરકાર પર જોરદૃાર પ્રહાર કર્યા હતા. ત્યારબાદૃ હવે સરકાર રાહુલ ગાંધી વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે.
કેન્દ્રીય સંસદૃીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહને ગેરમાર્ગે દૃોરવા અને પાયાવિહોણા નિવેદૃનો આપવા બદૃલ વિશેષાધિકાર નોટિસ દૃાખલ કરવા જઈ રહૃાા છીએ. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અને કાર્યવાહીના સ્પષ્ટ નિયમો છે. જ્યારે કોઈ સભ્ય બીજા સભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવા માંગે છે, ત્યારે તેણે નોટિસ આપીને આરોપને સમર્થન આપવું જોઈએ. રાહુલ ગાંધીએ સરકાર અને વડાપ્રધાન વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા છે, દૃાવો કર્યો છે કે વડાપ્રધાને ભારત અને ભારતીય હિતોને વેચી દૃીધા છે. કયા આધારે? તેમણે નોટિસ વિના હરદૃીપ િંસહ પુરી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં જે પેંગ્વીન દ્વારા જનરલ નરવણેનું પુસ્તકના કોપીરાઈટ મેળવાયા હતા તેની પ્રકાશનની મંજુરી ન મળવા છતાં પણ પ્રિન્ટ એડીશન બહાર પડવા મુદે હવે આજે દિલ્હી પોલીસે પેંગ્વીન પ્રકાશનને નોટીસ ફટકારી છે અને આ અંગેની એફઆઈઆરમાં ફોજદારી કલમો પણ ઉમેરતા સમગ્ર કેસ ગંભીર બની ગયો છે અને તેમાં ધરપકડો પણ થઈ શકે છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મંજુરી ન મળેલ પુસ્તક જે રીતે જાહેરાતમાં પ્રદર્શિત કર્યુ તે સંદર્ભમાં તેમની પણ પુછપરછ થઈ શકે છે અને જે કાંઈ માહિતી મળશે તેના આધારે પગલા લેવામાં આવશે.

જનરલ નરવણેના પુસ્તકની એફઆઇઆરમાં ફોજદૃારી કલમ ઉમેરાઈ: રાહુલની પોલીસ પુછપરછ થશે

રિલેટેડ ન્યૂઝ