નવી દિૃલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેની વચગાળાની વ્યાપાર સમજુતીનું સંયુક્ત નિવેદૃન જાહેર થયું અને તેની સાથે અમેરિકાએ પાક. કબ્જાના કાશ્મીર તથા અક્સાઇ ચીન વિસ્તારને પણ ભારતનો ભાગ દૃર્શાવતો નકશો જાહેર કરતા જ ભારતને એક મોટી ડિપ્લોમેટીક સફળતા મળી રહી હોવાના સંકેત મળ્યા હતા.
અત્યાર સુધી અમેરિકા પાક કબ્જાના કાશ્મીર અને જે ક્ષેત્ર પર ચીનનો કબ્જો છે તે અક્સાઇ-ચીન વિસ્તાર પણ વિવાદૃી પ્રદૃેશ ગણતું હતું અને ભારત-પાક યુદ્ધમાં તે મધ્યસ્થી પણ કરી ચૂકયુ છે તે સમયે અચાનક જ અમેરિકી વલણમાં આવેલો આ ફેરફાર એક સુખદૃ આશ્ર્ચર્ય હતું પણ તે હવે રહૃાું નથી. અમેરિકી વ્યાપાર વિભાગે જે રીતે ટ્રેડ ડીલ સમયે નકશો જાહેર કર્યો હતો તે પાછો ખેંચી લીધા છે. અમેરિકાનું આ યુ-ટર્ન સૂચક છે.
જો કે આ નકશો જયારે જાહેર થયો તે સમયે પણ આશ્ર્ચર્ય હતું અને ભારત સરકારે પણ કોઈ પ્રતિભાવ આપવામાં ઉતાવળ કરવાનું પસંદૃ કર્યુ નહી તે પણ સંકેત છે કે અમેરિકી વ્યાપાર વિભાગે શું દૃેશના સતાવાર વલણમાં ફેરફારનો સંકેત આપ્યો છે.પાક. માટે આ એક આંચકો હતો કે તે જે રીતે કાશ્મીર પર દૃાવો કરે છે. તેને ફટકો પડતો હતો. ચીનને પણ આ રીતે સંદૃેશ જતો હતો પણ એક વર્તુળ માનતુ હતું કે અમેરિકી વ્યાપાર વિભાગે ભુલ’ કરી છે.
