શેરબજારમાં 600 પોઇન્ટનો જોરદાર કડાકો : આઇટી શેરોમાં ધોવાણ રોકાણકારોના રૂા.૩.૫ લાખ કરોડ ડુબ્યા

ઇન્ફોસીસ, ટીસીએસ, માસ્ટેક, ટેક મહિન્દ્ર સહિતના આઇટી ક્ષેત્રના શેરોમાં બેફામ વેચવાલીથી ગાબડા

મુંબઇ શેરબજારમાં કેટલાક દિવસોથી ચાલતી એકધારી તેજીને આજે સજજડ બ્રેક લાગી હોય તેમ મંદીનો આંચકો અનુભવાયો હતો અને સેન્સેકસમાં 600 પોઇન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. હેવીવેઇટથી માંડી મીડકેપ સુધીના તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા.
શેરબજારમાં આજે માનસ મંદીનું બન્યુ હતું. શરૂઆત સ્થિર ટોને થયા બાદ વેચવાલીનું દબાણ દેખાવા લાગ્યું હતું અને વેચવાલી સતત વધતી રહી હતી. અમેરિકાના જોબ ડેટાના આંકડા ધારણા કરતા મજબુત આવતા ટુંકાગાળામાં હવે વ્યાજદર ઘટાડો નહીં આવે તેવી અટકળોથી માનસ મંદીનું બન્યું હતું. આ સિવાય કેટલાક દિવસોની તેજીને કારણે નફારૂપી વેચવાલીનું માનસ પણ માલુમ પડયુ હતું. હિન્દ યુનિલીવર સહિતની કેટલીક કંપનીના પરિણામ પ્રમાણમાં નબળા આવ્યાનો વસવસો હતો. વિદેશી નાણાસંસ્થાઓની વેચવાલીથી ખચકાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રેડ ડીલ વિશે રોજ નવી નવી વિગતો જાહેર થઇ રહી છે એટલે સમગ્ર સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી માનસ સાવચેતીનું બની રહેવાનું માનવામાં આવી રહ્યું છે.
આજે આઇટી, બેંક, મેટલ, એફએમસીજી સહિતના ક્ષેત્રોમાં ગાબડા પડયા હતા. મેકસ ફાયનાશ્યિલ, હુડકો, ભારત ફોર્જ, મુથુટ ફાયનાન્સ, સ્ટેટ બેંક, શ્રીરામ ફાયનાન્સ, આઇસર મોટર્સ જેવા શેરોમાં સુધારો હતો જયારે કો-ફોર્જ, ઓરેકલ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ, એચડીએફસી બેંક, ટીસીએસ, વોડાફોન, યસ બેંક, ભેલ, વિપ્રો, માસ્ટેક સહિતના શેરોમાં ગાબડા હતા. ખાસ કરીને આઇટી ક્ષેત્રના શેરોમાં જોરદાર વેચવાલી હતી. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 60પ પોઇન્ટના ગાબડાથી 836ર7 હતો જે ઉંચામાં 84061 તથા નીચામાં 83પ16 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 1પ4 પોઇન્ટના ગાબડાથી રપ799 હતો જે ઉંચામાં રપ906 તથા નીચામાં રપ7પર થયો હતો. શેરબજારમાં આક્રમણકારી વેચવાલીના પગલે ઇન્વેસ્ટરોના 3.પ0 લાખ કરોડનું ધોવાણ થયું હતું. તેમાંથી અંદાજીત દોઢ લાખ કરોડનું ધોવાણ તો માત્ર આઇટી ક્ષેત્રના શેરોમાં હતું. આઇટી ક્ષેત્રનું માર્કેટ કેપીટલાઇઝેશન દોઢ લાખ કરોડ ઘટીને ર7.6 લાખ કરોડ રહી ગયું હતું.

રિલેટેડ ન્યૂઝ