મતદાન પૂર્વે જ હિન્દૃુ યુવકની હત્યા
સંસદૃીય ચૂંટણીના મતદૃાન દૃરમિયાન તોડફોડ સહિત િંહસાના બનાવો:મતગણતરી શરૂ:બીએનપી-એનસીપીએ એક-એક જીતી
બાંગ્લાદૃેશમાં ૨૦૨૪માં વિદ્યાર્થી બળવા બાદૃ સર્જાયેલા સત્તા પલ્ટા પછી પ્રથમ વખત ચૂંટણી યોજાય રહી છે. આજે ૨૯૯ સંસદૃીય બેઠકો પર મતદૃાન કરવામાં આવ્યું હતું. મતદૃાન પૂર્વે વધુ એક હિન્દૃુની ઘાતકી હત્યા થઇ હતી. િંહસાના બનાવો વચ્ચે સરેરાશ ૪૮ ટકા મતદૃાન થયુ હતુ અન્ો હવે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
બાંગ્લાદૃેશમાં આજે ચૂંટણી મતદૃાન શરુ થતાં પૂર્વે જ ૨૮ વર્ષિય યુવાનની હત્યાથી હિન્દૃુ સમુદૃાયમાં ભય અને ગભરાટ સર્જાયો હતો. રતન સાહડકાર નામના યુવકનો મૃતદૃેહ હાથ-પગ બાંધેલી અને ઇજાગ્રસ્ત હાલતમાં ચાના બગીચામાંથી મળ્યો હતો. તેને પગલે મતદૃાન દૃરમ્યાન પણ લઘુમતી હિન્દૃુઓ પર વધુ હડમલા-િંહસા થવાની આશંકા વ્યક્ત થઇ હતી.
પોલીસના સૂત્રોએ કહૃાું કે રતન સાહડકારનો મૃતદૃેહ લોહીલોહાણ હાલતમાં હતો અને શરીરમાં ઇજાના નિશાન હતો. ચાના બગીચામાં કામ કરતો હતો અને યુનિયન સાથે પણ જોડાયેલો હતો. તે ગૂમ હોવાથી પરિવાર શોધખોળ કરતો જ હતો જ્યાં ચાના બગીચામાંથી લાશ મળી આવી હતી.
દૃરમ્યાન બાંગ્લાદૃેશમાં વર્ષ ૨૦૨૪ના વિદ્યાર્થી-બળવા બાદૃ આજે પ્રથમ વખત ચૂંટણીનું મતદૃાન યોજાયું હતું. શેખ હસીના સરકારના પતનના ૧૮ માસ બાદૃ ચૂંટણી યોજાઇ છે. ૨૯૯ બેઠકો માટે ૧૨.૭ કરોડ મતદૃારો છે. બાંગ્લાદૃેશના ઇતિહાસમાં પ્રથમ વખત શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ચૂંટણી જંગમાંથી બહાર છે. જમાત-એ-ઇસ્લામ તથા બાંગ્લાદૃેશ નેશનલીસ્ટ પાર્ટી વચ્ચે સીધો જંગ છે.
ચૂંટણી પૂર્વે ભારતના પાડોશી દૃેશમાં વ્યાપક િંહસા અને ટેન્શનને ધ્યાને રાખીને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં તોડફોડ જેવા ઘટનાક્રમ હતો. ઢાકામાં જ ૧૩ જેટલા મતદૃાન બૂથો પર તોડફોડ કરવામાં આવી હતી. ૧૮ મહિને ચૂંટણી થતી હોવાથી લોકોમાં ઉત્સાહ હતો.બાંગ્લાદૃેશની ચૂંટણી પર ભારતની પણ નજર છે કારણ કે નવી સરકારના આધારે ભારત સાથેના સંબંધો નક્કી થશે. ભારત તરફી પાર્ટીની સરકાર રચવાના સંજોગોમાં સંબંધો મજબૂત થઇ શકે છે.
