ગાંધીનગરથી ‘ડિજિટલ અન્ન વિતરણના નવા યુગનો પ્રારંભ
કેન્દ્રિય ગ્ાૃહમંત્રીના હસ્ત્ો દૃેશમાં પ્રથમ સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ
ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દૃેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદૃર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિૃર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદૃ જોશી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહૃાા હતા. આ સમારોહ દૃરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ ૧ કિલોના સીલબંધ પેિંકગમાં ચણા અને તુવેરદૃાળના વિતરણ, અમદૃાવાદૃના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમ સુવિધા તેમજ ’ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્ર્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
ત્રણ-ચાર વર્ષમાં આ જાહેર વિતરણ પ્રણાલી સમગ્ર દૃેશમાં લાગુ થશે
અમિત શાહે સૌને મહાશિવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીની પ્રેરણાથી આજે ‘ડિજિટલ ઇન્ડિયાનું વિસ્તરણ જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું છે. એક દૃાયકા પહેલા દૃેશના ૬૦ કરોડ લોકોના પરિવારમાં એકપણ બેંક એકાઉન્ટ નહોતું, પરંતુ આજે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રે વિશ્ર્વનું નેતૃત્વ કરી રહૃાું છે અને દૃુનિયામાં થઇ રહેલા કુલ ડિજિટલ વ્યવહારોના અડધા ડિજિટલ વ્યવહારો માત્ર ભારતમાં જ થઈ રહૃાા છે.
આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદૃ થશે અને વચેટિયાઓનો અંત આવશે, જેનાથી છેવાડાના ગામડા, આકાંક્ષી જિલ્લાઓ અને પછાત વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના હકનું પૂરે-પૂરું અનાજ સીધું અને પારદૃર્શક રીતે મળી રહેશે.
ત્ોઓએ જણાવ્યું હતું કે, આ આધુનિક સિસ્ટમ વડાપ્રધાનના ’મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે, અન્નપૂર્તિ મશીન દ્વારા માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજનું વિતરણ શક્ય બનશે, જે વજન, મૂલ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ સંપૂર્ણ સચોટ હશે. આધાર બેઇઝ્ડ બાયોમેટ્રિક પ્રણાલી,સીબીડીસી અને રિઝર્વ બેંકની પેમેન્ટ સિસ્ટમ સાથે સંકલિત આ વ્યવસ્થા આગામી ત્રણ-ચાર વર્ષમાં સમગ્ર દૃેશમાં લાગુ કરવામાં આવશે. જેથી દૃેશભરમાં ગરીબોને તેમના હકનું ગુણવત્તાયુક્ત રાશન તેમના સમયે સંપૂર્ણ પારદૃર્શિતા સાથે પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના દિૃશાદૃર્શનમાં “જે કહેવું તે કરવું”ના મંત્ર સાથે દૃેશમાં જનકલ્યાણનો નવો ઈતિહાસ રચાઈ રહૃાો છે.
વડાપ્રધાનના “સેવા હી સાધના”ના મંત્રને અનુસરીને, ટેક્નોલોજીના માધ્યમથી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચાડીને વર્ષ ૨૦૪૭ સુધીમાં ’વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ બનાવવાની દિૃશામાં રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.
ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદૃ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વમાં સીબીડીસી આધારિત આ માત્ર ટેકનોલોજી એપ અને પોર્ટલ જ નથી પણ તમામ જરૂરિયાતમંદૃ અંદૃાજે ૮૦ કરોડ જેટલા લાભાર્થીઓને તેમનો અનાજ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થશે. કેન્દ્રીય મંત્રીએ કહૃાું કે, સસ્તા અનાજ વિતરણમાં ઝ્રમ્ડ્ઢઝ્ર આધારિત વ્યવસ્થા એ સાબરમતી નદૃી કિનારે ગરીબી સામેનો ’ડિજિટલ સત્યાગ્રહ’ સાબિત થશે જેથી કાળા બજાર પર પણ? વધુ રોક આવશે અને જરૂરિયાતવાળા લાભાર્થી સુધી ઝડપી અનાજ પહોંચશે. આ પ્રયોગનો સમગ્ર દૃેશમાં આગામી સમયમાં અમલ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
