મધ્યરાત્રિથી બે જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
મહારાષ્ટ્રમાં એટીએસે શંકાસ્પદૃ પ્રવૃત્તિઓની જાણકારી મળ્યા બાદૃ અનેક સ્થળોએ દૃરોડા પાડ્યા છે. છ્જીએ રાજ્યના બે જિલ્લામાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. એટીએસ્ો યવતમાળ અને અહિલ્યાનગર જિલ્લામાં ૨૧ સ્થળોએ આ ઓપરેશન હાથ ધર્યું. જેમાં ૧૪ શંકાસ્પદૃની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે કેટલાક યુવાનો આતંકવાદૃી સંગઠનો સાથે જોડાયેલા છે. વધુમાં આતંકવાદૃી પ્રવૃત્તિઓ માટે તેમનો સંપર્ક કરવા અને તેમને સક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવી રહૃાા હતા. એક અધિકારીએ જણાવ્યું કે એટીએસ્ોે મધ્યરાત્રિની આસપાસ દૃરોડા પાડવાનું શરૂ કર્યું. તેમણે બંને જિલ્લામાં ૨૦થી વધુ સ્થળોએ તપાસ કરી અને એક ડઝનથી વધુ શંકાસ્પદૃોની અટકાયત કરી.
એટીએસ્ો યવતમાળ જિલ્લાના પુસાદૃ અને ઉમરખેડમાં ૧૪ સ્થળો અને અહિલ્યાનગર (અહમદૃનગર)માં ૭ સ્થળોએ દૃરોડા પાડ્યા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં યુવાનોના કટ્ટરપંથીકરણ અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે છ્જીએ જિલ્લા પોલીસ ટીમો સાથે મળીને યવતમાળના પુસાદૃ અને ઉમરખેડ શહેરોમાં આ કાર્યવાહી હાથ ધરી છે.
તેમણે કહૃાું કે ૧૪ સ્થળોએ શોધખોળ ચાલુ છે, જેમાં ઘરો, ઓફિસો અને શંકાસ્પદૃો સાથે જોડાયેલા અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. દૃરોડા દૃરમિયાન ટીમોએ અસંખ્ય દૃસ્તાવેજો, મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ડીવાઈસ જપ્ત કર્યા છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે એટીએસ્ો શોધખોળ દૃરમિયાન ગુનાહિત દૃસ્તાવેજો જપ્ત કર્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા શંકાસ્પદૃોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે આ કામગીરી માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
