ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદૃ રશિયા પાસેથી તેલ ખરીદૃવા મામલે ચાલી રહેલી તમામ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અમેરિકન વિદૃેશ મંત્રી માર્કો રુબિયોના તાજેતરના નિવેદૃનથી સ્પષ્ટ થયું છે કે ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહૃાું છે અને રશિયા પાસેથી તેલ ખરીદૃવા પર કોઈ પ્રતિબંધ લાગ્યો નથી.
જર્મનીમાં આયોજિત ’મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સ’ દૃરમિયાન અમેરિકન વિદૃેશ મંત્રી માર્કો રુબિયોના એક નિવેદૃને વૈશ્ર્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ છતાં, ભારતે રશિયા પાસેથી તેલની ખરીદૃી સંપૂર્ણપણે બંધ કરવાનું કોઈ વચન આપ્યું નથી. રુબિયોએ જણાવ્યું કે ભારતે માત્ર ’વધારાના’ રશિયન તેલની ખરીદૃી ન કરવાની પ્રતિબદ્ધતા દૃર્શાવી છે, જેનો અર્થ એ છે કે ભારત અત્યારે જેટલા પ્રમાણમાં તેલ ખરીદૃી રહૃાું છે તે ચાલુ રાખી શકશે.
અમેરિકન વિદૃેશ મંત્રીના નિવેદૃનમાં વપરાયેલો ’વધારાના’ શબ્દૃ અત્યંત મહત્ત્વનો છે. આ સાબિત કરે છે કે ભારત પર રશિયા સાથેનો વેપાર રોકવા માટે કોઈ દૃબાણ નથી.
