અમિત શાહના અધ્યક્ષ સ્થાને આવતીકાલે ગાંધીનગરમાં રાજ્યોના સહકાર મંત્રીઓની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ‘સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદૃર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ મહાત્મા મંદિૃર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક યોજાશે.
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દૃેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવશ્રી અને સચિવ સહિતના ઉચ્ચ સનદૃી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદૃાન-પ્રદૃાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.બેઠકની ચર્ચાઓમાં દૃેશના ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવાના હેતુથી ૨ લાખ નવી મલ્ટી-પર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (સ્ઁછઝ્રજી), ડેરી તથા મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓની સ્થાપનાની પ્રગતિનો સમાવેશ કરવામાં આવશે. તદૃુપરાંત, વિશ્ર્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદૃામોના દૃેશવ્યાપી નેટવર્કને વિસ્તારવા, ખેડૂતો માટે સંગ્રહની સુધારેલી સુવિધાઓ, ભાવ સ્થિરતા અને બજારની વધુ સારી પહોંચ સુનિશ્ર્ચિત કરવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ