પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત અચાનક લથડી હતી. તેઓ સંગરૂરમાં આમ આદૃમી પાર્ટીના સંયોજક તથા દિૃલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરિંવદૃ કેજરીવાલ, મનીષ સિસોદિૃયા સાથે એક કાર્યક્રમમાં હાજર હતા. તબિયત લથડતા તેમને એરલિટ કરીને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ ડોક્ટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી જ્યારે સંગરૂરના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. પ્રાથમિક સારવાર બાદૃ તેમને તાત્કાલિક એરલિટ કરીને મોહાલી લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું મેડિકલ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનું બ્લડ પ્રેશર (મ્ઁ) અચાનક વધી ગયું હતું, જોકે હવે તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ રાહત અનુભવી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ