નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના ૧૭ ઝડપાયા

ક્રિશ શાહના કહેવાથી રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા

વોટ્સએપ ગુ્રપમાં જોડીને રોકાણ કરવા માટે કહેતા ને બદૃલામાં મોટી રકમની લાલચ આપતા હતા

દિૃલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઇબર સિન્ડિકેટનો પર્દૃાફાશ કર્યો છે, આ સિન્ડિકેટમાં સામેલ એક મોટા આરોપી રોનક ઠક્કરની ગોવા એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં આ મામલે કુલ ૧૭ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. આરોપી દૃુબઇથી આ સિન્ડિકેટને ઓપરેટ કરી રહૃાો હતો. આ મામલામાં એક આખુ ફેક સ્ટોક માર્કેટ ઉભુ કરી દૃેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે ૮૦થી વધુ સિમકાર્ડ જપ્ત કર્યા છે જેને અમદૃાવાદૃથી જારી કરાયા હતા.
રૂપિયા ૬૧.૭૨ લાખની છેતરિંપડીના મામલામાં વોન્ટેડ આ આરોપીની ધરપકડને પગલે અનેક રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પણ ખુલાસો થઇ ચુક્યો છે. આ મામલામાં પકડાયેલા આરોપીનું નામ રોનક જગદૃીશભાઇ ઠક્કર છે. વર્ષ ૨૦૨૪ના એક મામલામાં તે વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસીએ પોલીસ સમક્ષ ફરિયાદૃ કરી હતી જેમાં તેણે દૃાવો કર્યો હતો કે તેની સાથે ૬૧ લાખ રૂપિયાની છેતરિંપડી થઇ છે, પોતાને મેસર્સ ગ્લોબ કેપિટલ માર્કેટ લિ.ના પ્રતિનિધિઓ ગણાવીને મારી સાથે છેતરિંપડી કરાઇ હોવાનો દૃાવો તેણે કર્યો હતો.
પીડિતને એક વોટ્સેપ ગુ્રપમાં જોડવામાં આવ્યો હતો, આવુ કરનારા પોતાને મેસર્સ ગ્લોબ કેપિટલ તરીકે ઓળખાવતા હતા, મને વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યો અને બાદૃમાં મને એક ફેક મોબાઇલ એપ્લિકેશન દ્વારા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું. જેના બદૃલામાં શરૂઆતમાં રિટર્નની મોટી લાલચ આપવામાં આવી હતી. પરિણામે તેને રોકાણ કર્યું જે ખરેખર ફેક હતું. બાદૃમાં તપાસ કરતા તેણે જે એપ્લિકેશનથી રોકાણ કર્યું તે જ ફેક હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ઢગે આ રૂપિયા જુનાગઢ અને શ્રીનગર સ્થિત શેલ કંપનીઓના ખાતામાં મોકલ્યા હતા.
પોલીસે આ મામલે ૧૭ આરોપીઓની ધરપકડ કરી છે સાથે જ ૮૧ સિમકાર્ડ, ૨૪ મોબાઇલ ફોન, બનાવટી સ્ટેમ્પ, એમએસએમઇ દૃસ્તાવેજો, ચેકબૂક, સીપીયુ અને અન્ય ડિજિટલ ડિવાઇસનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે જે સિમકાર્ડોનો દૃુરુપયોગ થયો તેને અમદૃાવાદૃથી ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે મુંબઇ, સુરત, અમદૃાવાદૃમાં દૃરોડા પણ પાડયા હતા.
પીડિતોને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરાતા હતા. આ સમગ્ર સ્કેમનો િંકગપિન ક્રિશ હસમુખ ભાઇ શાહ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ક્રિશ શાહના કહેવાથી કમિશન પર રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા હતા તેવો આરોપ થયો છે.

રિલેટેડ ન્યૂઝ