જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ ૪૦ કરોડનું હેરોઇન પકડાયું

પાકિસ્તાને ભારતમાં નાર્કોટિક્સ આતંકવાદૃ ચાલુ કર્યો છે. તેણે જમ્મુના સરહદૃી વિસ્તારોમાં ડ્રોનથી ં ફેંકેલુ ૬.૫ કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની િંકમત ૪૦ કરોડ રૂપિયા થાય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જમ્મુના આર એસ પુરા વિસ્તારમાં બનેલા આ બનાવમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ૧૬૫મી બટાલિયને અને બસપુર વિસ્તારમાં નઈ બસ્તી કરોખાના ગામની પોલીસેની કાર્યવાહીમાં ડ્રોને સરહદૃ પર આવલા ખેતરમાં છોડેલો હેરોઇનનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને ૧૩ અને ૧૪ ફેબુ્રઆરીના રોજ શંકાસ્પદૃ ડ્રોન હિલચાલની માહિતી મળી હતી, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેના પગલે પોલીસે બીએસએફની ટુકડી સાથે મળીને સઘન તપાસ શરુ કરી હતી. તેમા ખેતરમાં પીળા રંગના બે પેકેટ મળી આવ્યા હતા, આ પેકેટ હેરોઇનના હતા અને જપ્ત કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ