૧૫મી વિધાનસભાનું આઠમુ સત્ર આજથી શરૂ

સત્ર દૃરમિયાન કનુભાઈ દૃેસાઈ બજેટ રજુ કરશે

પંદૃરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર આવતીકાલે સોમવાર, તા. ૧૬ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં મળશે.
સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી થશે. સંબોધન બાદૃ ૧૫ મિનિટના વિરામ પછી સંબોધનની નકલ સભા ગૃહના મેજ પર મુકવામાં આવશે. ત્યારબાદૃ રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
સત્ર દૃરમિયાન પૂર્વ મંત્રીઓ અને પૂર્વ સભ્યોના અવસાન અંગે શોકદૃર્શન ઉલ્લેખો કરવામાં આવશે. ઉપરાંત વિવિધ વિભાગોના વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક અહેવાલો, હિસાબો અને ઓડિટ અહેવાલો વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે. જેમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ સહિતના અહેવાલોનો સમાવેશ થાય છે.
ઉપરાંત, ગુજરાત દૃુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વટહુકમ-૨૦૨૫ અંગેનું નિવેદૃન તેમજ ઊર્જા વિભાગના જરૂરી સેવાઓ જાળવણી અધિનિયમ અંતર્ગત જાહેરનામું પણ ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવશે.
પંદૃરમી વિધાનસભાના સાતમા સત્રમાં પસાર થયેલા અને રાજ્યપાલની મંજૂરી પ્રાપ્ત થયેલા વિધેયકો ક્રમાંક ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ ગૃહના મેજ પર મુકવામાં આવશે. સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણી માટે પણ પ્રસ્તાવો રજૂ થશે. સાથે જ કામકાજ સલાહકાર સમિતિના અગિયારમા અહેવાલની રજૂઆત અને સંસદૃીય બાબતોના મંત્રી દ્વારા અહેવાલને માન્યતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ