ચૂંટણી વર્ષમાં કોઈ નવા વેરાની શક્યતા નહીવત આજે ગુજરાત વિધાનસભામાં 41મું બજેટ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં રાહતના સંકેત


ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને મહત્વ અપાઈ શકે છે : રાજ્યનું બજેટ કદ રૂા. 4 લાખ કરોડથી વધી જશે

ગઇકાલથી પ્રારંભ થઇ રહેલા ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં હવે આવતીકાલે રજુ થનારા રાજ્યના બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે અને નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા તેમનું ચોથુ અને ગુજરાતનું 41મું બજેટ રજુ કરશે. વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતે જે રીતે દેશમાં સૌથી અગ્રણી રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે તે જોતા રાજ્યમાં આગામી સમયમાં વિકાસને વેગ આપવા માટે બજેટનું કદ રૂા.ચાર લાખ કરોડથી પણ વધી શકે છે અને ખાસ કરીને અમેરિકાના ટેરીફના કારણે વ્યાપાર ઉદ્યોગમાં અનિશ્ર્ચિતતાની પરિસ્થિતિ સર્જાઇ હતી તેના કારણે ગુજરાતના અનેક ઉદ્યોગકારોને સહન કરવું પડ્યું છે તે સંદર્ભમાં સરકાર પાસેથી વેરા અંગેની કોઇ વધુ ઉદાર યોજનાની પણ અપેક્ષા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાખવામાં આવી છે અને ખાસ કરીને રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસને મહત્વ આપવામાં આવશે. ખાસ કરીને નાના વેપારીઓ કે જેણે હવે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમીલનાડુ, પંજાબ, કર્ણાટક અને કેરળમાં જે વ્યાપારીઓ માટે ઉદાર વેરા માફી યોજનાઓ આવી છે તે જ ગુજરાતમાં આવતીકાલના બજેટમાં જોવા મળે તેવી શક્યતા છે.
ગુજરાતમાં અગાઉ જે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની યોજનાઓ જાહેર કરાઇ હતી તેમાં વેપારી વર્ગને કોઇ મોટો લાભ નહીં હોવાથી યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો અને સરકારને પણ તેમાં જે કાંઇ હેતુ હતો તે સિધ્ધ થયો નથી આથી જ તે હવે રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અંગે આવતીકાલના બજેટમાં કોઇ મહત્વ પૂર્ણ જાહેરાત કરાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારએ જો કે અગાઉ જ રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રો માટે જે સુવિધા સર્જી છે તે જોતા બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય કોઇ ફેરફારની શક્યતા નહીંવત છે અને તેથી બજેટ એ ઇઝ ડુઇંગ પર વધુ મહત્વ આપશે તે નિશ્ર્ચિત છે.

રિલેટેડ ન્યૂઝ