જો કે ડીજીટલ વ્યવહારો પણ વધ્યા: રોકડ વ્યવહાર વધવા પાછળ નાના વ્યાપારીઓને મળેલી જીએસટી નોટીસ પણ જવાબદાર: લોકોએ ઉંચા ભાવે સોના-ચાંદી વેચ્યાને ‘કેશ’ રાખી: સ્ટેટ બેન્કનો રિપોર્ટ
મુંબઈ: દેશમાં વધતા જતા ડીજીટલ વ્યવહારો હવે શાકભાજીવાળો પણ કયુઆર કોડથી નાણા વસુલે છે તેવા દ્રશ્યો વચ્ચે પણ હજુ રોકડ વ્યવહાર ઘટયા નથી કે સીસ્ટમમાં રોકડની કુલ સકર્યુલેશન ઘટયું નથી તે આંકડાઓ કહે છે. એક સમયે નોટબંધીથી ભારતીયોના હાથમાંથી રોકડ તેમના બેન્ક ખાતામાં જમા થઈ ગઈ અને ઘરમાં જે બચત હતી તે પણ બહાર કાઢવાની ફરજ પડી હતી પણ તે તબકકાવાર ફકત ચલણી નોટોનો કલર જ બદલ્યો છે તેની સંખ્યા ઉલટાની વધી છે. હાલમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ બહાર પાડેલા આંકડા દર્શાવે છે કે ભારતમાં રોકડ સકર્યુલેશન 11% વધીને રૂા.40 લાખ કરોડ નોંધાયુ છે. જો કે ભારતની જીડીપી વધી રહી છે તેની કેશ-ટુ-જીડીપી રેશિયો જે કોરોના સમયે 14.4નો હતો તે હવે ઘટીને 11.2%નો થયો છે જે દર્શાવે છે કે ડીજીટલ પેમેન્ટ વધ્યા જરૂર છે છતાં લોકો હજુ મોટા પાયે રોકડ રાખી જ રહ્યા છે. નોટબંધીના કારણે ભારતમાં રોકડ સકર્યુલેશન ઘટીને રૂા.13.4 લાખ કરોડ થયું હતું પણ તે ફરી વધવા લાગ્યું. માર્ચ 2021માં તે વધીને રૂા.28.5 લાખ કરોડ નોંધાયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના રિપોર્ટ મુજબ જે રીતે જીએસટી નોટીસ નાના વેપારીઓને મળવા લાગી. તેમાં તેઓ રોકડ વ્યવહાર પર વધ્યો છે. લગભગ 18000 જેટલી જીએસટી નોટીસ મળતા જ અન્ય નાના વ્યાપારીઓ પણ સાવધ થઈ ગયા અને કયુઆર કોડ છુપાવીને રોકડનો વ્યવહાર કરવા આગ્રહ રાખવા લાગ્યા છે. તો એટીએમ વ્યવહારોમાં પણ વધુ રોકડ ઉપડવા લાગી છે. ખાસ કરીને કર્ણાટક, આંધ્રપ્રદેશમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
બેન્કોનો ધીમો થાપણ વૃદ્ધિદર- વ્યાજના દર નીચા જતા લોકોને રોકડમાં બચત રાખવાની વૃતિ વધી છે તો સોના-ચાંદીના ભાવમાં જે વધારો થયો તેનાથી લોકોએ ઘરમાં રહેલા સોના-ચાંદીનું વેચાણ કર્યુ જે પણ રોકડ વધી છે. જો કે તેમ છતા ડીજીટલ પેમેન્ટમાં તો વધારો થઈ જ રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ડેટા મુજબ યુપીઆઈ મારફત 70-80% ડીજીટલ વ્યવહારો થાય છે અને છેલ્લા આંકડા મુજબ 2163 કરોડ વ્યવહારોમાં રૂા.28 લાખ કરોડના વ્યવહારો થયા છે. રોકડમાં રૂા.500ની નોટોનું પ્રમાણ 4-4% વધ્યુ છે તો નાના ચલણનું પ્રમાણ ઘટયું છે. રૂા.20ની નોટોનું ચલણમાં પ્રમાણ 36.51% માંથી વધીને 32.4% થયુ છે.
