શિવરાજપુર હત્યામાં ઉપયોગ લીધેલ છોટાહાથી સળગાવી દેવાયું?

કાળાસર ગામ પાસે પલ્ટી મારી ગયા બાદ આગ ચાપી દેવાઇ

જસદણના શિવરાજપુર ગામે થયેલ હત્યાના બનાવમાં ઉપયોગ થયેલ છોટા હાથીને આગ ચંપી કરી સળગાવી નાંખતા રૂરલ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જસદણના શિવરાજપુર ગામે મોડી રાતના ખેલાયો ખુની ખેલ હતો. રસ્તામાં ગાડી ઉભી રાખવા મામલે પિતાની કરપીણ હત્યા કરી પુત્ર પર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે પાંચ શખ્સો સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ આદરી હતી. ત્યારે બીજી તરફ હત્યાના બનાવમાં ઉપયોગ થયેલ છોટા હાથીને આગ ચંપી કરી સળગાવી નાંખતા પોલીસ દોડી ગઈ હતી. જે મામલે વધુમાં એએસપી નવીન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, જ્યારે હત્યાનો બનાવ બન્યો ત્યારે ત્યાંથી પસાર થયેલ છોટાહાથી વાહનનો ફરિયાદી અને તેની સાથેના લોકોએ પીછો કર્યો હતો. જે બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, તે છોટા હાથી કાળાસર ગામ નજીક પલટી મારી ગયેલ હતી અને તેને કોઈ અજાણ્યા શખ્સોએ આગ લગાવી સળગાવી નાખેલ છે. જે મામલે હાલ એલસીબી, એસઓજી અને જસદણ પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ આદરી છે.

રિલેટેડ ન્યૂઝ