ટી.બી. મુક્ત અભિયાન’2.0 અંતર્ગત લોઢવા આરોગ્ય કેન્દ્ર ખાતે 92 દર્દીના પોર્ટેબલ એક્સ-રે કરાયા

ટી.બી.ના લક્ષણો, ચેપ, રોગમાં સમયસર સારવારનું મહત્વ સહિતની જરૂરિયાત અંગે માર્ગદર્શન અપાયું

ટી.બી. મુક્ત અભિયાન 2.0 અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામ ખાતે ટીબીના દર્દીઓ માટે પોર્ટેબલ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારો સુધી પોર્ટેબલ એક્સ-રે થકી ટી.બી. જેવા ગંભીર રોગનું સમયસર નિદાન કરીને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવો હતો.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભારતમાંથી ટીબી જેવા ચેપજન્ય અને ગંભીર રોગને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન ના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે દેશભરમાં વિવિધ આરોગ્ય કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ તો ગ્રામ્ય વિસ્તારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.તેમણે વધુમાં કહ્યું કે, કેમ્પ દરમિયાન ગ્રામજનોને ટી.બી.ના લક્ષણો, ચેપ કેવી રીતે ફેલાય છે, સમયસર સારવારનું મહત્વ તેમજ સારવાર દરમિયાન નિયમિત દવાઓ લેવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે શંકાસ્પદ દર્દીઓની પોર્ટેબલ એક્સ-રે દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ સમગ્ર કામગીરીમાં પી.એચ.સી. સુપરવાઇઝર વિજયભાઈ ચાંડેરા તેમજ સબ સેન્ટરનો સ્ટાફ પણ જોડાયો હતો.

રિલેટેડ ન્યૂઝ