ઉનાળાની હજુ પાપાપગલી થતાની સાથે જાફરાબાદ નગરપાલિકાની પાણી વ્યવસ્થા ઠપ્પ

સામાકાંઠાના ઘણાખરા વિસ્તારોમાં 15 દિવસ થવા છતાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી

રાજુલા : જાફરાબાદના સામાકાંઠા વિસ્તારોમાં જીવન જરૂરિયાત પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ આમ તો આ વોર્ડ નંબર 3-4 માં બારેમાસ પાણી માટે વલખા મારવાની નોબત 15 – 20 દિવસ થવા છતાં પાણી વિતરણ કરવામાં આવતું નથી આમજનતા જીવન જરૂરિયાત પાણી માટે 200-300 રૂપિયા ખર્ચી પાણીના ટકા મંગાવવાની ફરજ પડી રહી છે. 15 થી 20 દિવસે પાણી વિતરણ થતું હોય તેવું આમજનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પાણી રસોઇ થી લઈને ઘરગથ્થુ ઉપાય પરંતુ પાલિકા ની વિકાસ યાત્રા માં જીવન જરૂરિયાત પાણી આટલા આટલા દિવસો સુધી વિતરણ વ્યવસ્થા ઠપ્પ થતી હોય આમજનતા પાલિકા ને પાણી વેરો સમયસર ભરવા છતાં પણ સામાકાંઠા વિસ્તારોના નાગરિકોને તરસ્યા રખાવવા આવી રહ્યા છે. સરકાર ની યોજના નળ સે જળ યોજના ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ સિમિત હોય તેવું આમજનતા ને લાગી રહ્યું છે. 15 થી 20 દિવસે જળ વિતરણ થતું હોય આમજનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહીં જળ વિતરણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. વાલ્લમેન મનફાવે એમ વિસ્તારોમાં અને મનફાવે ત્યારે વાલ્લ ખોલી ને એમની મન મરજી મુજબ શહેરને પાણી આપે છે. પાણી બાબતે મહીલાઓ આ વાલ્લમેનને કહેતા મહિલાઓને તોછડી ભાષા વાપરી રહ્યો હોય તેવું પણ લોક મુખે ચર્ચા થઈ રહી છે. આ બાબતે પ્રાદેશિક કમિશ્નર ભાવનગર તથા જીલ્લા કલેક્ટર અમરેલી બન્ને કચેરી જનતા ની સમસ્યાઓ નો અભ્યાસ કરી નિકાલ કરાવે તેવી આમજનતા માંથી માંગ ઉઠી રહી છે.

રિલેટેડ ન્યૂઝ