તથા સાઇનબોર્ડ નહીં લગાડનાર હોટલ માલીક ,સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી
ગીરસોમનાથ જીલ્લામાં ઓડીટોરીયમ, ટાઉનહોલ, પાર્ટી પ્લોટ, સિનેમા ગૃહ.હોટલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, કાફે, શાળા, કોલેજ, ઔધોગીક એકમ, વિગેરે જાહેર જગ્યાઓમાં પુરતા પ્રમાણમાં ફાયર એન્ડ સેફટીના સાધનો રાખી સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણપત્ર મેળવવા બાબતે તેમજ સાઇનબોર્ડ લગાડવા બાબતે કડક કાર્યવાહી ની સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન અનુસાર તા.16/02/ ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ આર.એચ. સુવા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના માણસો પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં જીલ્લા મેજી. ગીર સોમનાથનાઓ તરફથી જાહેર કરેલ જાહેરનામુ ન એમએજી/સી/જનરલ/તકેદારી/12/2025 જાહેરનામાની અમલવારી બાબતે હોટલ/રેસ્ટોરન્ટ ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. ગીર સોમનાથના એ.એસ.આઇ. દેવદાનભાઈ માણંદભાઇ પો.હેડ.કોન્સ અનિરુધ્ધસિંહ જયવંતસિંહ તથા વિપુલભાઇ અમૃતભાઈ તથા મહાવીરસિંહ મંગલસિંહ એ પ્ર.પાટણ સોમનાથ મંદિર પાસે ખોડીયાર શેરીમાં આવેલ “શીવ સાગર હોટલ* ચેકીંગ કરતા મહેશભાઈ ત્રિલોકચંતદ સાજીદા પ્રભાસપાટણ એ પોતાની ’શીવ સાગર હોટલમાં ફાયર એન્ડ સેફટીના પુરતા પ્રમાણમાં ઉપકરણો ન રાખી તેમજ સક્ષમ અધિકારીશ્રી પાસેથી પ્રમાણપત્ર ન મેળવી તેમજ સાઇનબોર્ડ નહીં લગાડી ઉપરોકત જાહેરનામાનો ભંગ કરેલ હોય જે જાહેરનામા ભંગ બદલ પ્ર.પાટણ પો.સ્ટે. ભારતીય ન્યાયસંહીતાની કલમ-223 મુજબ અંગેનો ગુન્હો રજી. કરાવેલ હતો.
