નવી દિલ્લીમાં આયોજિત એઆઈ સમિટ માં કોંગ્રેસ અને રાહુલ ગાંધી ના હાસ્યસ્પદ વિરોધ પ્રદર્શન એ ફરી એક વાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ ની દેશ વિરુદ્ધની વિચારધારા પ્રદર્શિત કરી છે. જેના વિરોધ માં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.
શહેર ના પવન ચક્કી વિસ્તાર માં છાવણી નાખવામાં આવી હતી .અને કોંગ્રેસ હાય હાય , રાહુલ ગાંધી હાય હાય વાળા સૂત્રો લખેલા પોસ્ટર પ્રાદેશિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી., ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા , ભાજપ ના મહિલા કોર્પોરેટરો અને સંગઠન ના મહિલા ઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
