રોહિત પવારની સાથે સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પણ પોલીસ સ્ટેશનની બહાર હાજર રહૃાા
મહારાષ્ટ્રના દિૃવંગત ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેન ક્રેશની તપાસને લઈને ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કડક વલણ અપનાવ્યું છે.
મુંબઈ પોલીસ દ્વારા ફરિયાદૃ નોંધવાનો ઈનકાર કર્યા બાદૃ રોહિત પવાર આજે બારામતી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ કેસની ગંભીરતાથી તપાસ કરાવવાની માગ સાથે ધરણાં પર બેઠા છે.
તેમણે કહૃાું કે, આ દૃુર્ઘટનાની વહેલી તકે તપાસ પૂરી કરવામાં આવે અને જો કોઈની બેદૃરકારી અથવા દૃોષ સામે આવે તો તેમના વિરુદ્ધ તાત્કાલિક હ્લૈંઇ નોંધીને તેમને કસ્ટડીમાં લેવા જોઈએ.
રોહિત પવારની સાથે સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પણ પોલીસ સ્ટેશનની બહાર હાજર રહૃાા. સમર્થકોની મોટી હાજરીને કારણે પોલીસ સ્ટેશન વિસ્તાર સંપૂર્ણપણે રાજકીય ગતિવિધિનું કેન્દ્ર બની ગયો હતો.
રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, આ મામલો માત્ર દૃુર્ઘટનાની તપાસનો નથી, પરંતુ સત્યને સામે લાવવાનો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, જ્યાં સુધી તપાસ પારદૃર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ ન થાય અને જવાબદૃારો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી હું મારો અવાજ ઉઠાવતો રહીશ.
આ મામલાને લઈને બારામતીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે અને સ્થાનિક સ્તર પર જનતા પણ આ તપાસને લઈને ખૂબ િંચતિત છે. આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં નિષ્પક્ષરૂપે તપાસ થશે અને દૃોષિતોને સજા મળશે.
