પાણીપતમાં રિફાઇનરી કંપનીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદૃના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદૃ આજે હજીરામાં કામ કરતા એલ એન્ડ ટીના ૫૦૦૦ જેટલા કોન્ટ્રાકટ પરના કર્મચારીઓએ તોડફોડ કરતાં તંગદિૃલી વ્યાપી ગઈ હતી.
આર્સ્ોલર મિત્તલ-નિપ્પોનના પ્લાન્ટમાં તંગદિૃલી
પગાર વધારાની માંગ સાથે કર્મીઓ તોફાન્ો ચડ્યા:ઓફિસો, વાહનોની તોડફોડ કરી આગ ચાંપી:પોલીસનો કાફલો ઘટના સ્થળે દૃોડયો
જાણવા મળતી માહિતી મુજબ હજીરા સ્થિત આર્સ્ોલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતાં એલ એન્ડ ટીના કોન્ટ્રેકટ કર્મચારીઓએ પગારવાધારાની માગ સાથે હોબાળો શરૂ કર્યો હતો. શરૂઆતમાં કર્મચારી- કામદૃારોન્ો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ વધ્યો હતો. ત્ોમજ ૩ કલાક સુધી કર્મીઓએ તોડફોડ કરી હતી. તોફાન્ો ચડેલા કર્મટારીઓએ કંપનીમાં રહેલાં વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી, ત્યારબાદૃ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી. પરિસ્થિતિ વણસતા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. તોફાન્ો ચડેલા કર્મચારીઓન્ો કાબ્ાૂમાં લેવા માટે પોલીસ્ો લાઠીચાર્જ અન્ો ૪૦ જેટલા ટિયરગ્ોસના શેલ છોડવાની ફરજ પડી હતી. આ કંપનીના નિર્માણધીન નવા પ્લાન્ટમાં આજે વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપ્ાૂર્ણ બની હતી, જ્યારે ૫૦૦૦થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માગણીઓ અન્ો કામના કલાકોમાં કરવામાં આવેલો હોવાનું જાણવા મળ્યું છે.
પ્લાન્ટના કામકાજન્ો અટકાવી દૃીધું પોતાની માગણીઓ સંતોષાય એ માટે શ્રમિકોએ ભારે સ્ાૂત્રોચ્ચાર કરીન્ો પ્લાન્ટનાં કામકાજન્ો અટકાવી દૃીધું હતું. જેના કારણએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ ચાર જેટલી બાઇકન્ો આગન્ો હવાલે કરી દૃીધી હતી. પ્લાન્ટના સુરક્ષા કવચ સમાન એન્ટ્રી અને એક્ઝિટ ગ્ોટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ માટેનાં અત્યાધુનિક મશીનોન્ો તોડીન્ો કચડી નાખવામાં આવ્યાં હતાં.
આ િંહસક તોડફોડ અને કાયદૃો-વ્યવસ્થાના ભંગ બદૃલ પોલીસ્ો ૨૫થી વધુ શ્રમિકોની અટકાયત કરી હતી ત્ોમજ પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ- બંદૃોબસ્ત ગોઠવી દૃેવામાં આવ્યો હતો.
