સુરતમાં આવકવેરા વિભાગ્ો રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા જાણીતા મિરીખ અને ઓેપ્ોરા ગ્રુપ ઉપર આજે વહેલી સવારે દૃરોડાની કાર્યવાહી હાથ ધરતા બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જમીન દૃલાલોન્ો ત્યાં પણ સર્ચ ઓપરેસન હાથ ધરવામાં આવ્યું છે. દૃરોડાની પ્રાથમિક તપાસ દૃરમિયાન અનેક બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. તપાસના અંત્ો આ ગ્રુપ પાસ્ોથી મોટાપાયે કરચોરી પકડાવાની સંભાવના છે દૃરોડામાં ડાયરીમાં કોડવર્ડમાં લખાયેલા કેટલાક વ્યવહારો મળી આવ્યા છે. જેના આધારે આઇટી અધિકારોઓએ તપાસ શરૂ કરી છે. આ દૃરોડામાં ૮૦ અધિકારીઓ જોડાયા હતા.
આઇટી વિભાગ પાસ્ો પહેલેથી જ ડેટા એનાલિટિકસ દ્વારા એવી માહિતી હતી કે, અનેક રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સમાં બુિંકગ દૃરમિયાન મોટી માત્રામાં રોકડ લેવામાં આવી છે. મિરીખ અને ઓપ્ોરા ગ્રુપ પરદૃરોડા પાડવામાં આવ્યા છે. ઓપ્ોરા ગ્રુપ દ્વારા નવસારીમાં ચાલી રહેલા મોટાપાયે પ્લોિંટગ અને કોમર્શિયલ પ્રોજેકટ્સ ત્ોમજ મિરીખ ગ્રુપના ધોલેરા સર સ્થિતિ પ્રોજેકટ્સમાં થયેલા રોકાણો શંકાના દૃાયરામાં છે. માર્ચ એર્િંન્ડગ નજીક હોવાથી ઘણા રોકાણકારો પોતાના કાળા નાણાંન્ો રિયલ એસ્ટેટમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય છે. આઇટી વિભાગ્ો આ બંન્ો ગ્રુપના પાછલા ત્રણ વર્ષના સ્ોલ્સ રજિસ્ટર અને કાચા હિસાબો જપ્ત કર્યા છે, જેની સરખામણી હવે ફાઇલ થયેલા ઇન્કમટેકસ રિટર્ન સાથે કરવામાં આવશે.
આ તપાસમાં રિયલ એસ્ટના મુખ્ય સ્ાૂત્રધાર ગણાતા જમીન દૃલાલો- વિશાળ રાવ અનેે આગમ બડેચાના સ્થળો પર પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીનના સોદૃામાં ઘણીવાર સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે જંત્રી કરાત વધુ રકમ રોકડમાં લેવામાં આવતી હોય છે. માર્ચ એર્િંન્ડગમાં આવા વ્યવહારોનું સ્ોટલમેન્ટ થતું હોય છે, જેની ચોક્કસ બાતમીના આધારે વિભાગ્ો આ દૃરોડા પાડ્યા છે. દૃલાલોના ઘરેથી વાંધાજકન દૃસ્તાવેજો મળી આવ્યા છે.
દૃરોડા દૃરમિયાન ટીમે સર્વર અને કલાઉડ સ્ટોરેજમાંથી અનેક ડિજિટલ પુરાવા કબજે કર્યા છે. માર્ચ એન્ડીંગના કલોિંઝગ સ્ટોક અને વેચાણમના આંકડાઓમાં ગ્ોરરીતિ હોવાનું પ્રાથમિક ષ્ટિએ જણાય છે. જપ્ત કરાયેલી કેટલીક ડાયરીઓમાં કોડવર્ડમાં લખાયેલા વ્યવહારો મળ્યા છે, જે ઉકેલવા માટે એકસપ્ોર્ટની મદૃદૃ લેવાઇ રહી છે.
