એકી સાથે ત્રણ-ત્રણ કેમ્પોમાં 300થી પણ વધારે લોકોએ લાભ લીધો
માળિયા હાટીનામાં આજે મોમીન જમાતના અલીશાહ બાગમાં સુનિધિ ચેરિટી ફોઉન્ડેશન મુંબઈ, સીતારામ સેવા ટ્રસ્ટ માળીયા હાટીના તેમજ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, ડીવાઈન ચેરિટેબલ રાજકોટ તેમજ મોમીન જમાત માળીયા હાટીના, સરદાર પટેલ વોલીએન્ટ્રી બ્લડ બેંક કેશોદ, આભાબેન શેઠ સહિત ના દાતા ઓના સહયોગ થી વિનામૂલ્યે નેત્ર નિદાન,દવા સારવાર,ઓપેરશન કેમ્પ તેમજ દત યજ્ઞ તેમજ રક્ત દાન બ્લડ ગ્રૂપીંગ કેમ્પ સહિત. એકી સાથે. ત્રણ. ત્રણ કેમ્પો યોજાયા હતાજેમાં આંખના કેમ્પ મા 203 દર્દીયો ને વિના મુલ્યે નિદાન કરી જરૂરી ટીપા આપવામાં આવેલ અને મોતિયા ના 80 દર્દી ઓને ઓપરેશન માટે રાજકોટ વિનામૂલ્યે ઓપેરશન માટે લઇ જવા મા આવેલ તેમજ દાંત ના કેમ્પ મા વિનામૂલ્યે નિદાન કરી જલંધર પદ્ધતિ થી દુ:ખતા દાંત કાઢી આપવામાં આવેલ અને 5 વ્યક્તિ ને વિનામૂલ્યે દાંત ની બત્રીસી નો લાભ આપવામાં આવેલ. તેમજ રક્તદાન કેમ્પ મા મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધેલ.હતો
આ પ્રસંગે બ્રમ્હા કુમારી હીનાબેન આભાબેન શેઠ સભાવતી હમીરસિંહ ભાઈ સીસોદીયા, બ્લડ બેંક ના ભરત ભાઈ ગોસાઈ, રણછોડદાસ આંખની હોસ્પિટલ ના ડોક્ટર, ડીવાઈન ચેરિટેબલ ના મિ જયસુખભાઈ મકવાણા, મોમીન સમાજ ના મુખી સલીમભાઇ, ચેમ્બર પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, સીતારામ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ નિલેશભાઈ રૂપારેલિયા,શ્રી ગીરીશભાઈ રાવલ,સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ માં કુલ 300 આસપાસ લોકો એ લાભ લીધો હતોઆ કેમ્પ ને સફળ બનાવા નિલેશભાઈ રૂપારેલિયા, મહેન્દ્રભાઈ ગાંધી, સિરાજભાઈ સમનાની, અશોકભાઈ વડોયા, દેવાણંદ ભાઈ સોલંકી, ગુણવંતભાઈ દવે , રમેશભાઈ ઉભડીયા, ભાયલા ભાઈ દરજી, કાસમભાઈ, રઘુભાઇ, દવે સમસુભાઈ મુલાણી સહેનાજબેન હાફિઝ, મોમીન સમાજ ના મુખી શ્રી સલીમભાઇ વડસરીયા, ગીરીશભાઈ રાવલ સહિત ના સેવા ભાવી કાર્ય કરો એ આ કેમ્પ ને સફળ બનાવા ભારે જહેમત ઉઠાવેલ,હતી.
