ઘણા રાજ્યોમાં ચૂંટણીઓને કારણે શેડ્યૂલ થોડું મુશ્કેલ રહૃાું
આઈપીએલ ૨૦૨૬ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. અત્યાર સુધી પહેલી મેચ ક્યારે રમાશે તે સ્પષ્ટ નહોતું. હવે સંપૂર્ણ શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કઈ બે ટીમો પહેલી મેચ રમશે. આ વખતે આઈપીએલની પહેલી મેચ શનિવારે થશે, પરંતુ પહેલા શનિવાર અને રવિવારે ફક્ત એક જ મેચ હશે. આ દિૃવસે ડબલહેડર્સ નહીં હોય.
બીસીસીઆઈએ આઈપીએલ ૨૦૨૬ના પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્તમાન શેડ્યૂલ ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ચાલશે. બાકીની મેચોનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પ્રથમ મેચ ગત આઈપીએલ ચેમ્પિયન આરસીબી અને સનરાઇઝર્સ હૈદૃરાબાદૃ વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુમાં યોજાવાની છે.
બીજો દિૃવસ રવિવાર છે, અને આ દિૃવસે, મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈમાં કેકેઆર સામે રમશે. આ વર્ષનો પહેલો ડબલહેડર ૪ એપ્રિલ, શનિવારે રમાશે. દિૃવસનો પહેલો મેચ દિૃલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બપોરે ૩ વાગ્યે શરૂ થશે. ત્યારબાદૃ ગુજરાત ટાઇટન્સ સાંજે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.
રવિવાર, ૧૨ એપ્રિલના રોજ બે મેચ રમાશે.પહેલી મેચ સનરાઇઝર્સ હૈદૃરાબાદૃ અને એલએસજી વચ્ચે બપોરે ૩ વાગ્યે શરૂ થશે. ત્યારબાદૃ આરસીબી અને સીએસકે વચ્ચે સાંજે ૭ વાગ્યે શરૂ થશે. હાલમાં, શેડ્યૂલ ૧૨ એપ્રિલ સુધી ઉપલબ્ધ છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી મુંબઈમાં ટકરાશે. બીજા તબક્કાનું શેડ્યૂલ પણ આવતા અઠવાડિયા સુધીમાં જાહેર થવાની અપેક્ષા છે.
આ વખતે, ઘણા રાજ્યોમાં ચૂંટણીઓને કારણે શેડ્યૂલ થોડું મુશ્કેલ રહૃાું છે. આસામ, પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
