દૃુનિયા એક બ્ોરલ ઓઇલના ૨૦૦ ડોલર ચૂકવવા ત્ૌયાર રહે: યુધ્ધ વચ્ચે ઇરાનની ચેતવણી
ગ્ોસની અછત વચ્ચે ભારતન્ો મદૃદૃ કરવા કેન્ોડા આગળ આવ્યુ
ગ્ોસ એજન્સી બહાર લાંબી લાઇનો, નથી થઈ રહૃાું બુિંકગ: હોટેલના મેનુ મોંઘા થશે: દૃવાના ભાવ પણ વધશે
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પડી રહી છે. યુદ્ધે તેલ અને ગેસની આયાતમાં વિક્ષેપ પાડ્યો છે. દૃેશભરમાંથી ગેસ સિલિન્ડરની અછતના અહેવાલો આવી રહૃાા છે. નોઇડામાં, સિલિન્ડર માટે ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઇનો લાગી રહી છે.દિૃલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં હોટલોમાં ગભરાટનો માહોલ છે. ગેસની અછતને કારણે ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે, જ્યારે ઘણી હોટલોમાં ખાદ્યપદૃાર્થોના ભાવ મોંઘા થઈ ગયા છે. બુધવારે, ન્ઁય્ની અછતના અહેવાલો વચ્ચે નોઇડાના સેક્ટર ૬૩ માં એક ગેસ એજન્સીની બહાર લાંબી લાઇન જોવા મળી હતી. આ સમય દૃરમિયાન, લોકોએ બુિંકગ ન કરી શકવાની અને ગેસ સિલિન્ડર ન મળવાની ફરિયાદૃ કરી હતી.
એક સ્થાનિકે કહૃાું, “ઘણી સમસ્યાઓ છે. અમને ગેસ સિલિન્ડર મળી શકતા નથી. અમે ગેસ બુક કરાવી શકતા નથી. ગેસ એજન્સીને કોઈ જવાબ આપી રહૃાું નથી. એલપીજીની તીવ્ર અછતને કારણે ચા વાળાઓ પણ તેમના વ્યવસાયમાં કટોકટીનો સામનો કરી રહૃાા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા દૃુકાનદૃારોને સિલિન્ડરના અભાવે પોતાની દૃુકાનો બંધ કરવી પડી છે. દૃરમિયાન, કટીંગ ચા જે ગઈકાલે રૂ.૭ ની િંકમતની હતી જે હવે રૂ.૧૦ ની િંકમતની છે. ચાનો આખો કપ, જે રૂ.૧૦ ની િંકમતની હતી, તે હવે રૂ.૧૫ માં વેચાઈ રહી છે અને ચા, જે રૂ.૧૫ ની િંકમતની હતી તે હવે રૂ.૨૦ માં વેચાઈ રહી છે.
ઈરાનના સૈન્ય કમાન્ડરે ૧૧ માર્ચના રોજ દૃુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ ઇં૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જોરદૃાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દૃુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે.
દૃુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ હાલ બંધ જેવી સ્થિતિમાં છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દૃેશે નહીં.
આગામી દિવસોમાં આ અંગે લોકોએ રેસ્ટોરાથી લઈ દવાના બિલ સુધી વધુ કિંમત ચુકવવા તૈયાર રહેવું પડશે.
મોટાભાગના રેસ્ટોરા તથા હોટલોને 19 કિલોના કોમર્શીયલ ગેસ સીલીન્ડર પુરા પાડવામાં આવે છે જેની આપુરતી લગભગ ઠપ્પ છે અને હોટલ-રેસ્ટોરાના સંચાલકોએ 25થી30 ટકા ઉંચા ભાવ આપીને હવે આ ગેસ ખરીદવો પડે તેવી સ્થિતિ છે. જેના સંદર્ભમાં અન્ય ભાવો પણ વધી રહ્યા છે પણ હવે સામાન્ય રીતે જુન-જુલાઈમાં રેસ્ટોરા અને હોટલ માલિકો તેમના મેનુ બદલે છે તેના બદલે આ માસના અંતમાં જ મેનુમાં ભાવવધારો આવી જશે તેવા સંકેત છે.
બીજી તરફ દવા ઉદ્યોગને પણ કાચામાલની ચિંતા થઈ રહી છે. દવાના ઉત્પાદનમા વપરાતા વિવિધ કાચામાલનો ભાવ 20થી30 ટકા વધી ગયો છે અને તેની અસર સીધી દવા અને મેડીકલ સારવારના બિલ પર
પડશે.
યુદ્ધે ભારતની ઊર્જા પુરવઠા અંગે િંચતા વધારી છે. વૈશ્ર્વિક ઊર્જા પુરવઠામાં ગંભીર વિક્ષેપની અસર ભારત પર પણ પડી છે, અને ન્ઁય્ અને કુદૃરતી ગેસની અછતના અહેવાલો વચ્ચે કેનેડાએ તાજેતરમાં ભારતની વધતી જતી ઊર્જા માંગને પહોંચી વળવા માટે ભારતને ન્દ્ગય્ સપ્લાય કરવાની ઓફર કરી છે.
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ એક નિવેદૃનમાં જણાવ્યું હતું કે તેમનો દૃેશ, ઊર્જા મહાસત્તા તરીકે, ભારતની ઝડપથી વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહૃાું કે ભારતની ઊર્જા માંગ ૨૦૪૦ સુધીમાં લગભગ બમણી થવાનો અંદૃાજ છે, અને કેનેડા એક વિશ્ર્વસનીય ભાગીદૃાર બની શકે છે.
ઓઇલ-ગેસનો ૭૦% પુરવઠો બીજા રૂટથી ભારત આવી રહૃાો છે
ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્ર્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે, ત્યારે ઓઇલ અને નેચરલ ગેસ મંત્રાલયે દૃેશની ઊર્જા સુરક્ષા અને ઘરેલુ ગેસ પુરવઠાની સ્થિતિ પર મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે લોકોને પેનિક બુિંકગ નહીં કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે કહૃાું છે કે, ઓઇલ-ગેસનો ૭૦% પુરવઠો, હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના, બીજા એક રૂટથી ભારત પહોંચી ગયો છે. ક્રૂડ અને ગેસના તમામ કાર્ગો ભારત તરફ સુરક્ષિત રીતે પહોંચી રહૃાા છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દૃેશમાં કાચા તેલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓને મંત્રાલયે નકારી કાઢી છે. સરકારના જણાવ્યા અનુસાર, દૃેશની ઊર્જા સુરક્ષા મજબૂત છે અને નાગરિકોએ ગભરાઈને વધારાનું બુિંકગ કરવાની કોઈ જરૂર નથી.
