ઘર આંગણે વર્લ્ડકપ વિજેતા બનેલી ભારતીય ટીમમાં જુસ્સો વધારનાર અને માર્ગદર્શન આપનાર કોચ એટલે રાજકોટનું ગૌરવ સિતાંશુ કોટક

સિતાંશુ કોટક છેલ્લા દોઢ વર્ષથી ભારતીય ટીમના કોચ

રાજકોટ : ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ સતત બીજી વખત જીતી અને એક ઇતિહાસ રચ્યો હતો. આ ટીમ પર ઘર આંગણે પર્ફોર્મ કરવું અને જીતવું માટે ઘણું દબાણ હતું. ત્યારે ઘર આંગણે જીત સાથે પણ વધુ એક રેકોર્ડ સજર્યો છે. કોઈ ટીમ અત્યારસુધી ઘર આંગણે ટી20 વર્લ્ડકપ નથી જીતી. ત્યારે ખેલાડીઓ સાથે તેમને સતત માર્ગદર્શન આપતા રહ્યા અને જુસ્સો વધારતા રહ્યા. તેમાં બે મુખ્ય નામ છે કોચ ગૌતમ ગંભીર અને બેટિંગ કોચ સિતાંશુ કોટક.
રાજકોટનું ગૌરવ એવા સિતાંશુ કોટક ટીમના સાયલેન્ટ ફોર્સ તરીકે કામ કરે છે. તેઓ તમામ બેટરોને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને સાથે બેટિંગ ટીપ્સ, ટેમ્પારમેન્ટ કટ્રોલ સાથે સતત ગાઈડન્સ આપતા રહ્યા છે. ગઈકાલે જીત બાદ તમને પરિવાર સાથે ઉજવણી કરી હતી, અને ચેહરા પર જીતનો સંતોષકારક અલગ જ આનંદ દેખાયો હતો. તેઓએ ગઈકાલે તેમના પત્ની પાયલબેન અને પુત્ર હેત્વીક (જે ખૂબ હાલ રણજી પ્લેયર છે) અને પુત્રી સાથે ઉજવણી કરી હતી. ,
સિતાંશુ કોટક 19 ઓક્ટોબર 1972ના રોજ રાજકોટ ખાતે જન્મેલા સીતાગુ હરગોવિંદભાઈ કોટક ભારતીય ઉકેટ ટીમના બેટિંગ કોચ છે. તેઓ પ્રથમ-વર્ગના ક્રિકેટર તરીકેની તેમની શાનદાર કારકિર્દી અને ત્યારબાદ સફળ કોચ તરીકે જાણીતા છે.
ડાબોડી બેટ્સમેન તરીકે, કોટક સ્થાનિક સર્કિટમાં સૌરાષ્ટ્ર માટે બે દાયકા સુધી રમી શાનદાર રન બનાવનાર શૈલાડી હતા. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેમણે 130 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 41.76 ની પ્રભાવશાળી સરેરાશ સાથે 8061 રન બનાવ્યા. તેમની બેટિંગ કુશળતા ઉપરાંત, તેમણે બોલમાં પણ યોગદાન આપ્યું, સૌરાષ્ટ્ર માટે 70 વિકેટ લીધી..
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બેટ્સમેન સિતાંશુ કોટક ભારતીય ટીમમાં બેટિંગ કોચ તરીકે વર્ષ 2025 માં જોડાયા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી આ પગલું ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ભારતના ખરાબ બેટિંગ પ્રદર્શન પછી આવ્યું છે, જ્યાં રોહિત શર્માની ટીમ 8 માંથી 6 મેચ હારી ગઈ હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં દિગ્ગજ ખેલાડી કોટક એક અદ્ભુત સીવી સાથે ભારતીય ટીમમાં જોડાયા. સિતાંશુએ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં મુખ્ય બેટિંગ કોચ તરીકે ઘણા ભારતીય ખેલાડીઓ સાથે કામ કર્યું છે. ટેકનિકલી રીતે મજબૂત હોવા ઉપરાંત, સિતાંશુએ જ્યારે પણ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ જેવા ખેલાડીઓ ટીમોને કોચ કરવા માટે ઉપલબ્ધ ન હતા ત્યારે ભારત એ અને રાષ્ટ્રીય ટીમ બંનેને કોચિંગ આપ્યું છે.

રિલેટેડ ન્યૂઝ