જેનરોબોટિક્સે રાજકોટમાં ત્રણ Bandicoot Mobility+ રોબોટ્સ તૈનાત કર્યા, સમગ્ર ભારતમાં 275મા Bandicoot કામે લગાડ્યાની સિદ્ધિ મેળવી

ભારતની રોબોટિક્સ ઉત્પાદક જેનરોબોટિક્સે ગટર સફાઈની જોખમી કામગીરી દૂર કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી) માટે ત્રણ Bandicoot Mobility+ તૈનાત કર્યા છે. વાહન પર લગાવવામાં આવતી આ રોબોટિક મેનહોલ ક્લિનિંગ સિસ્ટમ ઇ Bandicoot સિરીઝમાં સૌથી આધુનિક અને સૌથી મોટું મોડલ છે. જે જગ્યાઓ પર પરંપરાગત અને મોટા મશીનો પહોંચી શકતા નથી ત્યાં Bandicoot Mobility+ ને અસરકારક રીતે કામે લગાડી શકાય છે. આનાથી ખૂબ જ મુશ્કેલ અને સાંકડી જગ્યાઓ પર પણ સુરક્ષિત રીતે અને મશીન દ્વારા સફાઈ કામગીરી કરી શકાય છે.
આ સિસ્ટમમાં ઝેરી ગેસને ઓળખવાની ક્ષમતા સહિત રોબોટિક આર્મ્સ, હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને રિયલ-ટાઇમ મોનિટરિંગ જેવી સુવિધાઓ છે જેનાથી સ્વચ્છતા કર્મચારીઓ જોખમી મેનહોલમાં ઉતર્યા વિના જ જમીન ઉપરથી રોબોટ દ્વારા સુરક્ષિત રીતે કામગીરી કરી શકે છે. આ સાથે સ્ટાર્ટઅપે એક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેણે આ પ્રકારે દેશભરમાં 275 રોબોટિક સિસ્ટમ્સ કામે લગાડી છે જે આ ક્ષેત્રે કોઈ એક કંપની દ્વારા સૌથી વધુ છે.

રિલેટેડ ન્યૂઝ