વિશ્ર્વ મહિલા દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડનું અનોખુ કાર્ય
8 માર્ચ, ‘વિશ્વ મહિલા દિવસ’ ના અવસરે મહિલાઓને સમર્પિત એક વિશેષ સેવાયજ્ઞનું આયોજન સુત્રાપાડા સ્થિત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ અત્યાધુનિક ઈંટઋ સેન્ટર ‘આર.એન.વાળા હોસ્પિટલ’ અને બારડ પરિવારના સંયુક્ત ઉપક્રમે નિ:સંતાન દંપતીઓ માટે આયોજિત આ ‘નિ:શુલ્ક ઈંટઋ નિદાન કેમ્પ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે હરિભાઇ વાળા ચેરમેન, કોડીનાર સુગર ફેક્ટરી. નટુભાઈ વાળા પૂર્વ ચેરમેન, કોડીનાર સુગર ફેક્ટરી. દિલીપભાઇ બારડ પ્રમુખ-ડો.ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ (તાજેતરમાં ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત ડો. શ્વેતા એન. વાળા: ઈંટઋ નિષ્ણાત (ખ.જ. ઘઇૠઢગ). ડો. હરદેવભાઈ બારડ: રેડિયોલોજિસ્ટ. આ કેમ્પમાં 250 થી વધુ બહેનોએ નોંધણી કરાવી નિદાનનો લાભ લીધો હતો. ડો. શ્વેતા એન. વાળા દ્વારા તમામ દર્દીઓને સચોટ નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દરેક જરૂરિયાતમંદ દર્દીને સારવાર તેમજ દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન લેપ્રોસ્કોપી, હિસ્ટરોસ્કોપી, લેબોરેટરી અને ઘઙઉ ચાર્જમાં વિશેષ રાહત અપાઈ હતી. તેમજ ટેસ્ટ ટ્યુબ બેબી, એગ ફ્રીઝિંગ અને ઝઊજઅ-ઙઊજઅ જેવી આધુનિક સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.બારડ પરિવાર દ્વારા અવારનવાર સર્વરોગ નિદાન, હૃદય રોગ, આંખના નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર્સ ડો. કેવલ પેઢાણીયા, ડો. કૌશિક સુથાર, ડો. ભૂમિ ડી. મોરી, ડો. રિયા કે. વાળા તેમજ નર્સિંગ સ્ટાફ પ્રીતિ સોલંકી, દીપિકા મોરી, દ્રષ્ટિ પટેલ, પાર્થ ગોસ્વામી અને વિનોદભાઇ ગોસ્વામી માર્કેટિંગ ઓફિસર એ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત સંકુલના આચાર્ય જોશીભાઈ, દિનેશભાઇ બારડ અને શૈક્ષણિક સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
