લોકસભા સ્પીકર સામેનો અવિશ્ર્વાસ પ્રસ્તાવ ફગાવાયો

વિપક્ષના હોબાળા વચ્ચે ગ્ાૃહમાં ધ્વનિ મતદૃાનથી

નારાજ વિપક્ષી સાંસદૃોએ વેલમાં ધસી આવી સુત્રોચ્ચાર સાથે હંગામો કર્યો

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને પદૃ પરથી હટાવવા માટેનો અવિશ્ર્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી રદૃ થયો છે. કોંગ્રેસના સાંસદૃ ડો. મોહમ્મદૃ જાવેદૃ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવ પર બે દિૃવસ સુધી ગહન ચર્ચા ચાલી હતી. ચર્ચાના બીજા દિૃવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકાર પક્ષે જવાબ આપ્યો હતો, જેનાથી નારાજ થઈને વિપક્ષી સાંસદૃોએ ગૃહના વેલમાં આવીને ભારે સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ કર્યો હતો. આ પ્રસ્તાવ પર ચર્ચા માટે કુલ ૧૦ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેની શરૂઆત કોંગ્રેસના તરુણ ગોગોઈ દ્વારા કરવામાં આવી હતી. ભાજપ તરફથી સંસદૃીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ પ્રથમ વક્તા રહૃાા હતા. ચર્ચાના અંતે જ્યારે ગૃહમંત્રીએ જવાબ આપ્યો, ત્યારે વિપક્ષે વિરોધ પ્રદૃર્શન ચાલુ રાખ્યું હતું.
પીઠાસીન અધિકારી જગદૃંબિકા પાલે સભ્યોને શાંત રહેવા અને પોતાની બેઠક પર જવા વારંવાર અપીલ કરી હતી, પરંતુ હંગામો શાંત ન થતા અંતે પ્રસ્તાવને સીધો મતદૃાન માટે લેવામાં આવ્યો હતો.
પીઠાસીન અધિકારીએ નોંધ્યું હતું કે પ્રસ્તાવ લાવનાર પક્ષ જ હવે ચર્ચા આગળ વધારવા માંગતો નથી, તેથી તેમણે પ્રસ્તાવ પર ધ્વનિ મત લેવાની જાહેરાત કરી હતી.
મતદૃાનમાં બહુમતી ન મળતા અવિશ્ર્વાસ પ્રસ્તાવ ફગાવી દૃેવાયો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદૃ જગદૃંબિકા પાલે લોકસભાની કાર્યવાહી બીજા દિૃવસ સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ