રાંધણગેસની તંગી હાલથી જ ભાજપને ચિંતા કરાવે છે: વ્યાપાર-ઉદ્યોગને ફટકો પડતા રોજગારીની સ્થિતિ વણસશે
નવી દિલ્હી: દેશમાં એક તરફ પાંચ મહત્વના રાજયોની ધારાસભા ચુંટણીઓ યોજાઈ રહી છે તે સમયે જ વધુ ઉગ્ર બનેલા ઈરાન યુદ્ધની અસર હવે ચુંટણી વાતાવરણ મતદારોના મિજાજ પર જોવા મળે તો આશ્ર્ચર્ય થશે નહી અને ખાસ કરીને ભાજપને તેની ચિંતા છે કે એલપીજીની તંગી કે ભવિષ્યમાં ભાવવધારો, પેટ્રોલ-ડિઝલની સ્થિતિ તેના વિરુદ્ધ જઈ શકે છે. વિશ્ર્વભરમાં જો કે અનિશ્ર્ચિતતાનો માહોલ છે અને જે રીતે ઔદ્યોગીક ગેસની અગ્રતાના કારણે કાપ મુકયો છે અને ઉદ્યોગો પણ લોકડાઉન જેવી સ્થિતિમાં છે. લાખો-મજુરો પર રોજગારી-આજીવિકાની ચિંતા છે તે વચ્ચે આગામી મહિને થનારા મતદાન સમયે પરીસ્થિતિ શું હશે તે પ્રશ્ર્ન છે તો બીજી તરફ કેરળ-તામિલનાડુ અને પોંડુચેરીનું સીધું કનેકશન ખાડીના દેશો છે. જયાં યુદ્ધની અસરથી વ્યાપાર-ધંધાને અસર થઈ છે. લાખો લોકો ગલ્ફ છોડીને પરત આવ્યા છે તેથી આ રાજયોમાં જેનુ માનસ પર તેની અસર થઈ શકે છે.
આસામ સિવાય મહત્વના ત્રણ રાજયોમાં વિપક્ષની સરકાર છે. તેમાં પ.બંગાળ ચુંટણીને ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવીને તમામ તાકાતથી મમતા બેનરજી પર આક્રમણ કર્યુ છે અને મમતા બેનરજી ત્રણ ટર્મથી સતા પર છે તથા ચોથી ટર્મ મેળવવા આશાવાદી છે તો હવે તેઓ કેન્દ્રની નીતિ- ભાવવધારા વિ. મુદાઓ ભડકાવીને ફરી લોકચુકાદો માંગી રહ્યા છે. તેઓએ પણ ચુંટણી જાહેર થતા પુર્વે પુજારીઓ-મસ્જીદમાં બાંગ પોકારતા મૌલવીઓ વિ.ના વેતન વધારીને 2 કરોડ પરિવારોને રાજી કરવા પ્રયાસ કર્યો છે. અહી ડાબેરી-કોંગ્રેસ બન્ને નબળા છે અને ભાજપના પ્રહાર સીધા મમતા બેનરજીએ તેની ખુદની લોકપ્રિયતા મુસ્લીમ મતો અને બંગાળની અસ્મિતા-બૌદ્ધીકો જેઓ ભાજપ-સંઘના વિરોધી છે. તેઓ વિશાળ વર્ગ મમતાની સાથે છે. ‘સર’ના હુમલાથી જે લાખો મતો કપાયા છે તે તેને નુકશાન એ પણ નિશ્ર્ચિત થશે. ભાજપની તાકાત મોદીની લોકપ્રિયતા અમીત શાહની વ્યુહરચના અને ચુંટણીમાં નાણાં ખર્ચવાની અસિમિત તૈયારીઓ તેના પક્ષ છે.
કેન્દ્રીય એજન્સીઓની રાજયમાં સક્રિયતા- ગવર્નર તરીકે ટી.રવિની નિયુક્તિ અને વિશાળ પેરામીલીટ્રી ફોર્સ તે ભાજપના ફેકટર છે. અહી મમતા ખુદની તાકાત પર લડે છે તેની જંગ રસપ્રદ છે.
તામિલનાડુમાં ભાજપ એ પ્રાદેશિક પક્ષ અન્નાડીએમકેની તાકાત પર લડે છે.
તેથી ડીએમ-અન્નાડીએમકેનો જંગ છે પણ હવે વધુ એક અભિનેતા ટીવીકેના વિજય મેદાનમાં છે અને જે કરૂણાનિધિ કરી શકયા નથી તે તેના પુત્ર સ્તાલીન સતત ત્રીજી વખત સતા જાળવી રાખવાનો સંઘર્ષ કરી રહ્યા છે. નાના પક્ષો એ તમામ મોરચાના ખેલ બતાવી બગાડી શકે છે.કેરળમાં પણ ભાજપ ત્રીજી તાકાત છે. અહી ડાબેરી મોરચાના યુડીએફ મોરચાના ખેલ બતાવી બગાડી શકે છે.
કેરળમાં પણ ભાજપ ત્રીજી તાકાત છે. અહી ડાબેરી મોરચાના યુડીએફ કોંગ્રેસ મોરચાના એલડીએફનો જંગ છે. સ્થાનિક ચુંટણીમાં ભાજપના વોટ શેર વધ્યા છે. પાટનગર થિરૂવન્તપુરમમાં મહાપાલિકામાં સતા મેળવી છે અને ડાબેરી-કોંગ્રેસ બન્નેના ગઢમાં તે ઘુસવા પ્રયાસ કરે છે તેની પાસે કેરળમાં ફેલાઈ શકે તેથી કાર્યકર્તા નેતાઓની સંખ્યા નથી. અગાઉ પણ વિધાનસભામાં ખાતુ ખોલી શકી ન હતી અને આ ચુંટણીમાં 1-2 બેઠકોની આશા રાખે છે.આસામમાં ભાજપ અને મુખ્યમંત્રી હેમંત બિશ્ર્વા સરમાનો સીટમસ ટેસ્ટ છે. ઘુસપેઠીયા, આસામની અસ્મિતા, વિકાસ જેવા મુદ્દાઓ પર ભાજપ હેટ્રીક માટે આશાવાદી છે પણ કોંગ્રેસ અહી મજબૂત છે. વિપક્ષ તરીકે ટકકર આપી શકે છે. પ્રિયંકા ગાંધી પાસે ચુંટણી સુકાન છે અને આ રાજયમાં પુનરાગમન કરી કોંગ્રેસ બાઉન્સ બેક થવા માંગે છે.
