યુદ્ધ માટે અમેરિકી સંસદૃ પાસ્ો ૨૦૦ અબજ ડોલર માગતા ટ્રમ્પ: મધ્યપ્ાૂર્વમાં અમેરિકા વધુ સ્ૌન્ય ઠાલવશે
મધ્ય પૂર્વમાં ભીષણ યુધ્ધમાં હવે દુશ્મન દેશો એક બીજાના તેલ-ગેસ ક્ષેત્રોને નિશાન બનાવવા લાગતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘુમ થયા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઇપણ પ્રકારના હુમલા નહીં કરવાની ઇઝરાયેલ તથા ઇરાન બંને દેશોને ચેતવણી આપી છે. ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર થયેલા હુમલાના મામલે ટ્રમ્પે અંતર જાળવી લીધું છે અને તેમાં કોઇ રોલ ન હોવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયેલને ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર હવે કોઇ નવા હુમલા નહીં કરવાની તાકિદ કરી દેવામાં આવી છે. સાથોસાથ ઇરાનને પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કતાર અથવા અખાતના કોઇ દેશોના તેલ-ગેસ ક્ષેત્રો પર આક્રમણ કરવાથી દૂર રહે અન્યથા તહેરાનને અતિ ભયાનક પરિણામ ભોગવવા પડશે. ઇઝરાયેલના હુમલાથી અંતર જાળવીને તેમણે એવું સ્પષ્ટ કર્યું હતું કે સાઉથ પાર્સ પરનો હુમલો સંપૂર્ણપણે ઇઝરાયેલ દ્વારા કરાયેલો હતો. અમેરિકાને તે વિશે કોઇ જાણ ન હતી.
ઈરાન સામેનું યુદ્ધ અમેરિકા માટે ખર્ચાળ બની રહ્યું છે અને હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના ખર્ચ માટે અમેરિકાની સંસદ પાસે વધુ 200 અબજ ડોલરનું ભંડોળ માંગ્યુ છે. જો કે ડેમોક્રેટીક પક્ષે આ અંગે પહેલા ટ્રમ્પ આ યુદ્ધ શા માટે તે પ્રશ્ર્ન ઉઠાવીને પ્રમુખ સંસદ સમક્ષ આવીને જવાબ આપે તેવી માંગણી કરી છે.
ડેમોક્રેટીક પક્ષના સાંસદ કિસ વાન હેલને દાવો કર્યો કે આ 200 અબજ ડોલર એવા યુદ્ધની કિંમત છે જે અમેરિકાની પ્રજા ઈચ્છતી નથી અને આ યુદ્ધ ચાલતા અમેરિકા સુરક્ષિત પણ રહેશે નહી. હવે સંસદ પ્રમુખ ટ્રમ્પની આ માંગ પર કઈ રીતે મંજુર કરે છે તેના પર સૌની નજર છે.
ઈરાન સામેના યુદ્ધ હવે સતત ચોથા સપ્તાહમાં પ્રવેશી ગયું છે અને હજુ સુધી તે નિર્ણાયક બન્યુ નથી તે વચ્ચે હવે અમેરિકા વધુ દળો મધ્યપુર્વમાં મોકલવા માટે તૈયારી કરી રહ્યું છે અને તેમાં સૌથી મહત્વનું ઈરાનની ધરતી પર અમેરિકી સૈનિકોને ઉતારવાની પણ યોજના પર વિચારણા ચાલુ છે. ખાસ કરીને ઈરાન જે રીતે ગલ્ફના દેશો પર હુમલા કરી રહ્યું છે તે અટકાવવા જરૂરી છે. ફકત અમેરિકી મથકો જ નહી પરંતુ આ વિસ્તારમાં આવેલા ખાડીના દેશોના ગેસ અને ઓઈલ ફિલ્ડ પણ નિશાન બની રહ્યા છે અને તેના કારણે જો સાઉદી અરેબીયા સહિતના દેશો ઈરાન સામે જો યુદ્ધમાં ઝંપલાવે તો યુદ્ધ વિસ્તરી જાય અને પછી કોઈ અંકુશ રહે નહી તે સ્થિતિ વચ્ચે ટ્રમ્પ શાસને ઈરાનના ખર્ગ ટાપુ કે જયાંથી તે ઈરાનની ક્રુડતેલની 90 ટકા નિકાસ થાય છે તે અને અન્ય મહત્વના મથકો કબ્જે કરવા ગ્રાઉન્ડ ટ્રુપને પણ મોકલી શકે છે.
