મોદીએ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચામિંલગનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો

મોદી દેશના સૌથી લાંબો સમય સરકાર ચલાવનાર નેતા બન્યા

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહૃાા પછી મોદૃી ૨૦૧૪માં દૃેશના વડાપ્રધાન બન્યા, સતત ત્રમ લોકસભા ચૂંટણી જીત્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ પોતાના નામે એક નવો રેકોર્ડ કરી લીધો છે. તેઓ ભારતમાં સૌથી લાંબા સમય સુધી કામ કરનાર ચૂંટાયેલી સરકારના પ્રમુખ બની ગયા છે. તેમણે મુખ્યમંત્રી (ગુજરાત) અને પ્રધાનમંત્રી બંને પદૃો પર મળી કુલ ૮૯૩૧ દિૃવસ પૂરા કરી લીધા છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામિંલગને પાછળ છોડી દૃીધા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ વર્ષ ૨૦૦૧મા ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં કામકાજ શરૂ કર્યું હતું. ત્યારબાદૃ ૨૦૧૪થી તેઓ દૃેશના પ્રધાનમંત્રી છે. આ દૃરમિયાન તેમણે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪મા સતત ત્રણ ચૂંટણી જીતી સરકાર બનાવી છે. મોદૃી હવે ભારતમાં સૌથી લાંબા સમય સુધી સતત સત્તામાં રહેનાર ચૂંટાયેલા નેતા બની ગયા છે. નરેન્દ્ર મોદૃીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદૃભાર સંભાળ્યો હતો. તેઓ આ પદૃ પર ૨૧ મે ૨૦૧૪ સુધી રહૃાા, એટલે કે ૧૩ વર્ષથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહૃાા હતા. ત્યારબાદૃ તેમણે ૨૬ મે ૨૦૧૪ના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી તેમણે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪મા સતત ત્રણ લોકસભા ચૂંટણીના માધ્યમથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (દ્ગડ્ઢછ) સરકારનું નેતૃત્વ કર્યું છે. મોદૃી ગુજરાતમાં સૌથી વધુ લાંબો સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી છે અને તેવા પ્રધાનમંત્રી છે જેમની પાસે કોઈ રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં સૌથી વધુ પૂર્વ અનુભવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીના આ રેકોર્ડ પર તેમને શુભેચ્છા મળી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તેમને શુભેચ્છા આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે સેવા, મહેનત અને સમર્પણની મિસાલ રજૂ કરતા નરેન્દ્ર મોદૃી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સરકારના પ્રમુખ બની ગયા છે. તેમણે કુલ ૮૯૩૧ દિૃવસ પુરા કરી પવન કુમાર ચામિંલગના રેકોર્ડને તોડ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની તેમની આ સફર દૃેશહિત, પારદૃર્શિતા અને સતત જનસેવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દૃર્શાવે છે, જેને એક દૃુર્લભ અને ભરોસો પર ટકેલા વારસાના રૂપમાં જોવામાં આવી રહી છે. રક્ષામંત્રી રાજનાથ િંસહે પણ પીએમ મોદૃીને શુભેચ્છા આપતા લખ્યુ કે પીએમ નરેન્દ્ર મોદૃીએ ઘણા વર્ષોની મહેનત અને સેવાએ દૃેશમાં સતત ફેરફાર લાવ્યા છે. ગરીબો માયે જોનાઓ, વિકાસના નવા કામ અને દૃુનિયામાં ભારતની ઓળખને મજબૂત કરવા જેવા પગલાથી તેમણે દૃેશને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવે છે કે તેમણે ૨૪ વર્ષથી વધુ સમય સુધી રજા વગર સતત કામ કર્યું, જે તેમની મહેનત અને સમર્પણને દૃર્શાવે છે. આગળ કહૃાું કે આ કારણે લોકોનો તેમના પર ભરોસો અને સમર્થન સતત વધતું ગયું છે, જેના કારણે તેઓ ત્રણ વાર ગુજરાતના મુખ્યમંત્રી અને ત્રણવાર દૃેશના પ્રધાનમંત્રી બન્યા. તેમની સતત મહેનત અને લોકોના વિશ્ર્વાસનું આ પરિણામ છે.

રિલેટેડ ન્યૂઝ