સ્નેક કેચરે અડધો કલાકની જહેમતે સાપને સુરક્ષિત બચાવ્યો
ઉના તાલુકાના પાંડેરી ગામમાં એક ઝેરી રસલ વાઇપર સાપ માછલી પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો. સ્નેક કેચર અશોકભાઈ ચૌહાણે ગ્રામજનોની મદદથી અડધા કલાકની જહેમત બાદ સાપને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો.
આ ઘટના પાંડેરી ગામના રાજાભાઈ દેગણભાઈના ઘરના ફળિયામાં બની હતી. સાપ જાળમાં ફસાયા બાદ તેમાંથી બહાર નીકળવા માટે તરફડિયા મારી રહ્યો હતો, જેથી તાત્કાલિક સ્નેક કેચર અશોકભાઈ ચૌહાણને જાણ કરવામાં આવી હતી.
અશોકભાઈ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામજનોને સાથે રાખીને સાપને જાળમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. તેમણે ખૂબ જ કાળજી પૂર્વક જાળને કાપીને રસલ વાઇપરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ અડધો કલાકનો સમય લાગ્યો હતો.સાપને જાળમાંથી મુક્ત કર્યા બાદ, તેને કોઈ પણ તેને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તેની ખાતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ, તેને સુરક્ષિત રીતે નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
