ર માસ રાત દિવસ જોયા વગર 100 ટન લોખંડથી તૈયાર કરાયો
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ ગંભીરા બ્રીજ તુટી પડયા બાદ આજુબાજુના વિસ્તારમાં રોજીરોટી માટે આવજા કરતા સાતેક હજાર ટુવ્હીલર ધારકોને દરરોજ પ0 કિલોમીટર ફરીને જવુ પડતું હતું. આ સમસ્યાના નિવારણ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોરબંદરના કેતનભાઇ ગજજર (વિશ્ર્વકર્મા મીકેનીકલ અને મરીન ઇમરજન્સી રીસ્પોન્સ સેલ) અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સાથે વાતચીત કરી અને કેતનભાઇ ગજજરને આ સમસ્યાનું નિવારણ લાવવા જણાવ્યું. કેતનભાઇ ગજજરે આ તુટેલા ગંભીરા બ્રીજ પરથી ટુ વ્હીલર આવજા કરી શકે તેવો લોખંડનો બ્રીજ કોઇ ચાર્જ લીધા વગર રાષ્ટ્ર સમર્પણની ભાવનાથી સમગ્ર વિશ્ર્વકર્મા સમાજ તરફથી તૈયાર કરી આપવા તૈયારી બતાવી. ત્યારબાદ કેતનભાઇ ગજજરે તેની મરીન ઇમરજન્સી રીસ્પોન્સ સેલની કુશળ ઇજનેરો અને કારીગરની ટીમ સાથે ચર્ચા-વિચારણા કરી બ્રીજની ડીઝાઇન તૈયાર કરી અને કેતનભાઇ ગજજરના નેતૃત્વમાં ફકત બે મહિનામાં ફેબ્રીકેટેડ ટેકનોલોજી અપનાવી. અંદાજે 100 ટન લોખંડ વાપરી અને અદ્યતન ટેકનોલોજી સાથેનો બ્રીજ તૈયાર કર્યો. બ્રીજના નિર્માણ દરમ્યાન કેતનભાઇ ગજજરે સતત હાજર રહી સફળ નેતૃત્વ પુરૂ પાડયું. બ્રીજ તૈયાર થઇ ગયો છે અને ટુંક સમયમાં આ બ્રીજ પરથી રોજના સાતેક હજાર ટુવ્હીલર ધારકો આવજા કરશે. બ્રીજ શરૂ થતાં ટુ વ્હીલર ચાલકોને પ0 જેટલા કિલોમીટરનું અંતર ઓછું કાપવુ પડશે અને માનવ કલાકો અને ઇંધણની બચત થશે. રાષ્ટ્ર સમર્પણની ભાવનાથી ગંભીરા બ્રીજ તૈયાર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ કેતનભાઇ ગજજર અને તેની ટીમને અભિનંદન આપ્યા છે. વિશ્ર્વકર્મા સમાજ તરફથી પણ કેતનભાઇ ગજજર પર અભિનંદનનો વરસાદ વરસી રહયો છે. અત્રે યાદ રહે કે ગંભીરા બ્રીજ તુટયો હતો. જેમાં એક ટેન્કર બ્રીજના તુટેલા ભાગ પર હવામાં લટકી રહયો હતો. જે ઉતારવામાં ર8 દિવસના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા હતા. ત્યારે કેતનભાઇ ગજજરના નેતૃત્વ હેઠળની ર0 કુશળ ઇજનેરોએ ફકત ર0 મિનિટમાં ટ્રકને સલામત રીતે બહાર કાઢયો હતો. આ કામ પણ કેતનભાઇ ગજજરે સરકાર પાસેથી કોઇ જાતનો ચાર્જ લીધા વગર રાષ્ટ્ર સમર્પણની ભાવનાથી રાજયની સેવા ગણી કર્યું હતું. કેતનભાઇ ગજજરની આ ભાવના જોઇ પોરબંદરના આંગણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જાહેરમાં સન્માન કર્યું હતું.
