લાપાળિયા પ્રા. શાળાના 1000 બાળકોને વતનપ્રેમી પરિવારે શૈક્ષણિક કીટ આપી

શાહ પરિવાર દ્વારા શાળાઓને સ્માર્ટ ટી.વી, કબાટ આપ્યા

પોતાના વતન પ્રત્યેનું ઋણ અદા કરવાના ઉમદા ભાવ સાથે આજરોજ લાપાળિયા પ્રાથમિક શાળામાં ‘વતન પ્રેમ ઉત્સવ’ અંતર્ગત ભવ્ય વસ્તુદાન કાર્યક્રમ યોજાયો હતો. માતુશ્રી સુશીલાબેન પરમાનંદ શાહ પરિવાર તરફથી પંથકની અનેક શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના સભ્ય ડો. મોનાબેન અમિતભાઈ શાહ તથા અન્ય આમંત્રિત મહેમાનોએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. મહેમાનોનું શાળા પરિવાર દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રાવિકાશ્રમ-પાલીતાણાને સંગીતના સાધનો અને પીપરલા પ્રાથમિક શાળાને રમતના સાધનો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ડો. મોનાબેન શાહે બાળકોને અભ્યાસમાં પ્રગતિ કરવા અને વતન સાથે જોડાયેલા રહેવા પ્રેરણા આપી હતી.

રિલેટેડ ન્યૂઝ