મિડલ ઈસ્ટ યુદ્ધ આજે ૨૪માં દિૃવસે પહોંચી ગયું છે પણ શાંતિના કોઈ એંધાણ દૃેખાઈ રહૃાા નથી. ઈરાન અને અમેરિકા તેમજ ઇઝરાયલ સાથેનું યુદ્ધ ઘટવાને બદૃલે દિૃવસે દિૃવસે વધતું જઇ રહૃાું છે. આ સ્થિતિની વચ્ચે હોર્મુઝની ખાડી સૌથી વધુ વિવાદૃનું કેન્દ્ર બની છે. હોર્મુઝ મુદ્દે અમેરિકાએ ઈરાનને ધમકી આપતા કહૃાું હતું કે જો આગામી ૪૮ કલાકમાં હોર્મુઝને ખોલવામાં નહિ આવે તો અમેરિકા ઈરાનના વીજ મથકોને તબાહ કરી દૃેશું. આ ધમકીના જવાબમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદૃ પેજેશ્કિયન અને વિદૃેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે, તો ઈરાન હોર્મુઝની ખાડીને ‘સંપૂર્ણપણે બંધ કરી દૃેશે. ઈરાને ચેતવણી આપી છે કે તેઓ આ વિસ્તારના મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડશે. રાષ્ટ્રપતિ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઈરાનને નકશા પરથી મિટાવવાનો ભ્રમ રાખનારાઓને યુદ્ધના મેદૃાનમાં જ જડબાતોડ જવાબ આપવામાં આવશે. બીજી તરફ, ઈરાનના વિદૃેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝની ખાડી હાલમાં બંધ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈઝરાયેલ અને અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધના ડરને કારણે વીમા કંપનીઓ જહાજોને આ માર્ગ પર મોકલતા ખચકાઈ રહી છે.
અમેરિકા-ઈરાન વચ્ચે આ સપ્તાહમાં ઈસ્લામાબાદૃમાં મંત્રણા યોજાઈ શકે?
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ્ો પાંચ દિૃવસ ઈરાન પર હુમલા નહીં કરવાની જાહેરાત કરતાં મિડલ-ઈસ્ટમાં ઈઝરાયેલ-અમેરિકા અન્ો ઈરાન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની શક્યતા વધી છે. આ માટે ઈરાનની સંસદૃના સ્પીકર મોહમ્મદૃ બાઘેર ઘાઈલીબાફ અન્ો અમેરિકાના પ્રમુખના દૃૂતો ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, રાજકીય ન્ોતા જારેડ કુશ્નર અન્ો સ્ટીવ વિકફોટ વચ્ચે ચાલુ સપ્તાહમાં મંત્રણા બ્ોઠક યોજાશે. આ બ્ોઠક પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદૃમાં યોજાય ત્ોવી શક્યતા છે.
